Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ,સરસ્વતી નદીમાં ઘોડાપૂર..

Published

on

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી.

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હતો. સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વેરાવળમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી લોકજીવન પ્રભાવિત થયું હતું.

Advertisement

ગીર સોમનાથમાં વરસાદના પગલે વરસાદી પાણી ભરાયા હતા. સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું. પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરી વધામણા કર્યા હતા. સરસ્વતી નદીમાં સીઝનનું પહેલું પૂર આવ્યું હતું.

ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતો ખુશી વ્યાપી જવા પામી હતી. ભારે વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગીર સોમનાથમાં પ્રાચીન સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવતા માધવરાયજી જળમગ્ર થયા હતા. ગત મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું. સરસ્વતી નદીમાં પુર આવતા લોકો ઉમટી પડ્યા હતા.

Advertisement

ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હતા. સુત્રાપાડા પ્રાશ્રાવડા ગામે ઘરોમાં પાણી ભરાયા હતા. રાત્રે સુત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 200 થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી અનેક ઘરોની ઘરવખરી પલળી જવા પામી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. જિલ્લાના સુત્રાપાડામાં 9 ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલાળા અને ઉના બંને સ્થળે 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. અનેક વિસ્તારો અને લોકોના ઘરોના વરસાદી પાણી ફરી વળ્યું હતું. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

Advertisement

Trending

Exit mobile version