Gujarat

ગીર સફારીનો બહાનો લઈ ફેક સાઇટથી કમાતી ગેંગનો ભાંડાફોડ, દિલ્હીથી 2 આરોપી ઝડપાયા

Published

on

પોલીસે કહ્યું..જે દેખાવમાં બિલકુલ સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી હતી. અહીં તેઓ ‘કન્ફર્મ’ ટિકિટના નામે મોંઘા ભાવે પરમિટોનું વેચાણ કરતા હતા.

  • 6 રાજ્યોના સફારીમાં કૃત્રિમ અછત ઉભી કરતી ગેંગનો પર્દાફાશ કરાયો છે.
  • ગુજરાત CID ક્રાઈમે જંગલ સફારી પરમિટનું જથ્થાબંધ બુકિંગ કરીને કાળા બજારમાં વેચતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો

જ્યારે વન્યજીવ પ્રેમીઓને નિશાન બનાવતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) એ દિલ્હીથી બે શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોની જંગલ સફારીની પરમિટ બનાવટી વેબસાઇટ દ્વારા ઊંચા ભાવે વેચવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા.

અધિકારીઓના કહેવા અનુસાર, આરોપીઓ ગીર (સાસણ ગીર), રણથંભોર (રાજસ્થાન), તાડોબા (મહારાષ્ટ્ર), જિમ કોરબેટ (ઉત્તરાખંડ), કાઝીરંગા (આસામ) અને બાંધવગઢ (મધ્યપ્રદેશ) જેવા પ્રખ્યાત અભયારણ્યોની સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી બોગસ વિગતોનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટા પ્રમાણમાં સફારી સ્લોટ બુક કરી લેતા હતા. ત્યારબાદ, તેઓ આ બુક કરેલી ટિકિટોને પોતાની બનાવટી વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા પ્રવાસીઓને સરકારી દર કરતાં અનેક ગણા ઊંચા ભાવે વેચતા હતા.

પોલીસે વધુ માં કહ્યું કે આરોપીઓ સરકારી પોર્ટલ પરથી બોગસ ઓળખ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બલ્કમાં બુકિંગ કરી પરમિટની કૃત્રિમ અછત ઉભી કરતા હતા. ત્યારબાદ, તેઓ પ્રવાસીઓને પોતાની બનાવટી વેબસાઇટ પર વાળતા, જે દેખાવમાં બિલકુલ સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી હતી. અહીં તેઓ ‘કન્ફર્મ’ ટિકિટના નામે મોંઘા ભાવે પરમિટોનું વેચાણ કરતા હતા.

જ્યારે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં દિલ્હીના બદલી વિસ્તારમાં રહેતા અજય કુમાર ઘનશ્યામભાઈ ચૌધરી અને દિલ્હીના શક્કરપુર ખાતે રહેતા અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓના સિસ્ટમમાંથી ગીર સફારીની 12000 પરમિટ, 8650 જેટલા પેમેન્ટ કન્ફર્મેશન ઈમેલ અને દેશના વિવિધ અભયારણ્યો માટેના 10278  બુકિંગની પીડીએફ લિંક્સ મળી આવી છે.

જ્યારે અધિકારીઓએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ સફારી પરમિટ ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ બુક કરે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહે. જો કોઈ છેતરપિંડીનો શંકા જાય, તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

જણાવ્યું છે કે, આ મહિનાની શરૂઆતમાં જ 13 ઓક્ટોબરે આવો જ એક કેસ પકડાયો હતો, જેમાં અમદાવાદના અલ્પેશ ભલાણી અને સાસણ ગીરના સુલતાનભાઈ બલોચ અને એજાઝ શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પણ બોગસ નામો અને ફોટા અપલોડ કરીને બલ્કમાં બુકિંગ કરી પ્રવાસીઓને ઊંચા ભાવે પરમિટ વેચતા હતા

Trending

Exit mobile version