ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદના રાયપુર ગામમાં ચોંકાવનારી ઘટના.
- 9 વર્ષની બાળકી ગુમ થયા બાદબીજા દિવસે દિવસે પ્લાસ્ટિકની કોથળીમાં લાશ મળી.
- પ્રાથમિક તપાસ મુજબ, ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન.
- બાળકીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ, રાયપુર ગામમાં લોકોમાં ચિંતા.
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદના રાયપુર ગામમાં 9 વર્ષની માસૂમ બાળકીની હત્યાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ગામના એક ઘરના ઓસરીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં બાળકીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તાર મ્હોર થઈ ગયો છે.
માહિતી મુજબ, બાળકી બુધવાર, 12 નવેમ્બરના બપોરના સમયે પોતાનાં ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા તરત જ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી, બાદમાં પોલીસ અને સગા-સંબંધીઓ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી.
પરંતુ ગુરુવારની રાત્રે, બાળકીની લાશ નજીકના જ વિસ્તારમાં કોથળીમાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન ઉપસ્થિત થયું છે. સાથે જ પોલીસે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.ડભોડા પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડ અપ કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. કહેવાય છે કે આ વ્યક્તિ બાળકી ગુમ થયા બાદ, તેના પરિવાર સાથે શોધખોળમાં મદદરૂપ પણ બની રહ્યો હતો.
પોલીસે બાળકીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ જઘન્ય ગુનામાં સંડોાયેલ આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી રાયપુર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ઉદ્વેગનો માહોલ જોવા મળી રહ્યો છે.