આ અભિયાન હેઠળ મતદાર યાદીઓ અપડેટ થશે, ભૂલો સુધરશે અને નવા મતદારો ઉમેરાશે. રાજકીય પક્ષો દ્વારા ઉઠાવાયેલા યાદીની ગુણવત્તાના પ્રશ્ન બાદ આ સુધારાને મહત્ત્વ અપાયું છે. આજે રાત્રે આ રાજ્યોની યાદીઓ સ્થિર કરવામાં આવશે.
- ચૂંટણી પંચે કરી SIR ના બીજા તબક્કાની મોટી જાહેરાત
- દેશના 12 રાજ્યોમાં SIR 28 ઓકટોબર મંગળવારથી થશે શરૂ
- ભારતમાં આઠ વાર SIR ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રવ્યાપી SIR (વિશેષ સઘન સુધારા) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા હેઠળ દેશના 12 રાજ્યોમાં મતદાર યાદીઓને અપડેટ કરવાનું, નવા મતદારોને ઉમેરવાનું અને તેમાં રહેલી ભૂલોને સુધારવાનું કામ હાથ ધરવામાં આવશે.દેશના 12 રાજ્યોમાં SIR 28 ઓકટોબર મંગળવારથી થશે શરૂ
આ 12 રાજ્યોમાં શરૂ થશે મતદાર યાદી સુધારણા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારા (SIR) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી, જેમાં કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો નો સમાવેશ થાય છે. 1. અંદમાન અને નિકોબાર, 2. છત્તીસગઢ, 3. ગોવા, 4. ગુજરાત, 5. કેરળ, 6. લક્ષદ્વીપ, 7. મધ્ય પ્રદેશ, 8. પુડુચેરી, 9. રાજસ્થાન, 10. તમિલનાડુ, 11. ઉત્તર પ્રદેશ, અને 12. પશ્ચિમ બંગાળ. આ તમામ પ્રદેશોમાં હવે મતદાર યાદીઓને અપડેટ કરવા, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જ્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, “આજે અમે ખાસ સઘન સુધારા (SIR)ના બીજા તબક્કાના પ્રારંભની જાહેરાત કરવા માટે અહીં છીએ. હું ખાસ કરીને બિહારના મતદારોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા બદલ તેમને સલામ કરું છું.”જ્ઞાનેશ કુમારે વધુમાં માહિતી આપી હતી કે પંચે અત્યાર સુધીમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી છે.
જ્યારે ૧૯૫૧ થી ૨૦૦૪ દરમિયાન દેશમાં આઠ વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીકાર્યું હતું કે રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીઓની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પગલે આ સુધારા અભિયાનને મહત્ત્વ અપાયું છે.CEC જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી કે, જે 12 રાજ્યોમાં SIRનો આ તબક્કો હાથ ધરવામાં આવશે, ત્યાં આજે રાત્રે મતદાર યાદીઓ સ્થિર (Freeze) કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સુધારાનું કાર્ય સત્તાવાર રીતે શરૂ થશે.