Gujarat

Dy.CM હર્ષ સંઘવી સ્પષ્ટ ચેતવણી — સરકારી જમીન પર ધાર્મિક કે અન્ય દબાણ હશે તો કડક પગલાં લેવાશે…

Published

on

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામની મુલાકાતે.

  • કપુરાશી અને કોરિયાણી ગામના લોકોને મળીને વિકાસ અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા.
  • 30થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી વિસ્તારના પ્રશ્નો જાણવા માટે કાર્યરત.
  • કચ્છના સરહદગામોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં વિસ્તૃત મુલાકાત અને સંવાદ

કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાટલા સભા, જણાવ્યું — સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશેકચ્છ જિલ્લાના લખપત તાલુકાના સરહદી ગામ કપુરાશીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ દરમ્યાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો સરકારી જમીન પર ધાર્મિક કે અન્ય કોઈ પ્રકારનું દબાણ લાવવામાં આવશે, તો તેના પર કડક પગલાં લેવામાં આવશે અને જરૂર પડશે તો બુલડોઝર પણ ફરશે.હર્ષ સંઘવી કચ્છના ભારત–પાકિસ્તાન સરહદી વિસ્તારોની મુલાકાતે “સરકાર આપના દ્વાર” કાર્યક્રમ હેઠળ આવ્યા હતા. તેમણે કપુરાશી અને કોરિયાણી ગામના લોકોએ સાથે સક્રિય સંવાદ કર્યો અને ગ્રામજનોની સમસ્યાઓ તથા માંગણીઓ સાંભળી.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છના સરહદી વિસ્તારોના ગામો વિકાસના પ્રવાહમાં જોડાયા છે. સરકારી કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલથી કચ્છમાં આર્થિક અને સામાજિક પરિવર્તન આવ્યું છે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે 30થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં જઈને નાગરિકો સાથે સંવાદ કરી રહ્યા છે જેથી પ્રશાસન ગ્રામજનોની હકિકત જાણી શકે અને સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત થઈ શકે.

તેમણે કહ્યું કે કચ્છના સરહદવર્તી ગામોએ રાષ્ટ્રસેવામાં ‘સરહદના સંત્રી’ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગામ સજાગ રહેશે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ તથા સરકારી જમીન પર દબાણ જેવી પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. કપુરાશી ગામના લોકો દ્વારા કરવામાં આવેલા ઢોલ–શરણાઈ સ્વાગત અને કચ્છી પાઘ પહેરાવીને કરાયેલા સન્માન પછી તેમણે જણાવ્યું કે “કપૂરાશીના દેશભક્તો સાથે સંવાદ કરવાનો મોકો ગર્વજનક છે.”

Trending

Exit mobile version