Gujarat

“ગાંધીનગરમાં કેબિનેટ બેઠક: રાજ્ય સરકાર 10 લાખ હેક્ટર નુકશાન માટે રાહત પેકેજ જાહેર કરશે?”

Published

on

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ:

  • એમાં સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર.
  • દક્ષિણ ગુજરાત: નવસારી, તાપી, સુરત, વલસાડ.
  • જ્યારે અન્ય જિલ્લાઓમાં આણંદ, ખેડા અને દાહોદમાં પણ ભારે નુકસાન નોંધાયું છે.

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. તેમણે ધરતીપુત્રોની આપદાના આ સમયે રાજ્ય સરકાર તેમના પડખે મજબૂતીથી ઉભી રહેશે તેવો વિશ્વાસ આપ્યો છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે તાત્કાલિક એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તથા મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. ટેક્નોલોજીના ઉપયોગ સાથે, જરૂરી હોય તો ફિઝિકલ નિરીક્ષણ કરીને માત્ર સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જ્યારે પ્રારંભિક અંદાજ મુજબ રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકાઓમાં વરસાદ અને વાવાઝોડાથી ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. અંદાજે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારના પાકોને અસર થઈ છે, જેમાં ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન, શેરડી, તુવેર, બાજરી અને ડાંગરના પાકોને સૌથી વધુ નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, આણંદ અને આસપાસના વિસ્તારોમાં ડાંગર અને ચીકુના પાકને પણ અસર થઈ છે.નુકસાનનું સચોટ મૂલ્યાંકન કરવા માટે ‘કૃષિ પ્રગતિ’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ સર્વે અને જીઓ-ટેગિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગ્રામસેવકોની ટીમો પણ ભૌતિક સર્વે કરશે. SDRF ધોરણો મુજબ 33 ટકા કરતા વધુ નુકસાન થયેલા વિસ્તારોમાં કિસાન વળતર આપવામાં આવશે. જરૂરી જણાશે ત્યાં રાજ્ય સરકાર વધારાનું રાહત પેકેજ પણ જાહેર કરશે.મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આ આપદાના સમયે ધરતીના પુત્રોની આર્થિક સુરક્ષા રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક પ્રભાવિત ખેડૂતને મદદ પહોંચાડવા સરકાર અડીખમ પ્રતિબદ્ધ છે.

Trending

Exit mobile version