Gujarat

બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લૉ પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ,ચિંતા વધી 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું IMDની આગાહી

Published

on

IMD એ જણાવ્યું – આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે.

  • 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે
  • ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લૉ પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના
  • IMDએ આજે રાજ્યના તમામ 30 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ જતાં ચિંતા વધી ગઇ છે અને તે ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તાજા બુલેટિનમાં આ માહિતી આપી છે. IMD એ જણાવ્યું છે કે આ વાવાઝોડુ આજે એટલે કે ગુરુવારે (2 ઓક્ટોબર) રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્ર પ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી જ ચાલુ રહેશે.

આ સાથે IMD એ એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લૉ પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લૉ પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અત્યંત અનોખી ઘટના હશે. તેના કારણે, 4 થી 8 ઓક્ટોબર દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે. 

Advertisement

IMD એ જણાવ્યું છે કે આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

ઓડિશામાં ગુરુવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કર્મચારીઓ અને મશીનરી તહેનાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ભાગમાં મુખ્ય રૂપથી તટીય અને દક્ષિણી વિસ્તારોમાં બુધવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. IMDએ આજે રાજ્યના તમામ 30 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 

IMDએ પોતાના નિવેદનમાં કહ્યું કે બુધવારે રાત્રે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન સર્જાયું હતુંજે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું પરંતુ હવે તેની ગતિ ઝડપી બની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરૂવારે સવારે 5:30 વાગે લૉ પ્રેશર ગોપાલપુરથી લગભગ 190 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ, કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 190 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, પુરી (ઓડિશા) થી 230 કિલોમીટર દક્ષિણ, વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 250 કિલોમીટર પૂર્વ અને પરાદીપ (ઓડિશા)થી 310 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્વિમમાં કેન્દ્રિત હતું.  

Advertisement

75 કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે સ્પીડ

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારે દબાણના કારણે મધ્ય બંગાળ અને તેની અડીને આવેલી બંગાળને ખાડીમાં એક ઓક્ટોબરથી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તોફાની પવન ફૂંકાશે. બે ઓક્ટોબરે બપોરથી ત્રણ ઓક્ટોબર સવાર સુધી પશ્વિમ-મધ્ય અને તેની અડીને આવેલી ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીમાં સ્પીડ ધીમે ધીમે 55-65 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે.’ IMD એ માછીમારોને 3 ઓક્ટોબર સુધી ઓડિશાના કિનારા પાસે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

Advertisement

Trending

Exit mobile version