ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા જણાવ્યું.
શક્ય આપત્તિ પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ અને રાહત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.
ગુજરાતમાં આગામી 31 ઓક્ટોબર, 2025 સુધી ભારે થી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક બોલાવી.બેઠક દરમિયાન તેમણે જિલ્લા અને તાલુકા સ્તરના વહીવટી અધિકારીઓ તેમજ કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર હાજર રહેવાની અને વરસાદી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સતત એલર્ટ સ્થિતિમાં રહેવાની સૂચના આપી.તેઓએ વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સલામતી, જરૂરી રાહત વ્યવસ્થા, અને પાણી ભરાવાની શક્યતાઓને પહોંચી વળવા માટે પૂરતા સાધનસામગ્રી તથા ટીમો તૈનાત રાખવાનો પણ આહ્વાન કર્યો.
જ્યારે રાજ્યકક્ષાના આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સંજયસિંહ મહિડાએ આજે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની આગાહીને લઈને સમિક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, તેમજ આપત્તિ વ્યવસ્થાપન સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટર સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
આ ઉપરાંત રાજ્યમંત્રી મહિડાએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચન કર્યું હતું.
આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિહ મહિડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.