છેલ્લા 16 વર્ષથી કેન્દ્રીય બેંકોએ સતત ખરીદી જ કરી છે, અને તેને કારણે આજના “સોનું એ સ્ટ્રેટેજિક એસેટ” બની ગયું છે
- 2025માં પણ સોનાની માંગ મજબૂત જ રહે તેવી આગાહી છે, ખાસ કરીને ભારતીય માર્કેટમાં.
- MCX તથા દિલ્હી માર્કેટમાં સૌનો ભાવ સતત નવા ટોચે પહોંચી રહ્યો છે.
- 2010 પહેલાં બેંકોએ વધુ સોનું વેચ્યું હતું, જ્યારે હવે વેચાણ બંધ કરી મોટી ખરીદી શરૂ કરી છે
જ્યારે આ વર્ષે સોનાના ભાવમાં 50% થી વધુનો વધારો થયો છે. સોનાની માંગ સતત વધી રહી છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રણ વર્ષથી 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું છે, અને આ સતત ચોથા વર્ષે થવાનું છે. 2010 પહેલા, આ બેંકોએ સતત 21 વર્ષ સુધી સોનું વેચ્યું હતું.
આમ વર્ષે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આનું એક મુખ્ય કારણ એ છે કે અનેક દેશોની સેન્ટ્રલ બેંકો મોટા પાયે સોનું ખરીદી રહી છે. આ વર્ષે, આ બેંકોએ 830 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. વર્ષના પહેલા ભાગમાં, 23 દેશોએ તેમના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. છેલ્લા સતત ત્રણ વર્ષથી, આ બેંકોએ 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. આ સતત 16મું વર્ષ છે જ્યારે કેન્દ્રીય બેંકોએ સોનું ખરીદ્યું છે. આ પહેલા ક્યારેય કેન્દ્રીય બેંકોએ આટલા લાંબા સમયગાળા માટે સોનું ખરીદ્યું નથી. 2010 પહેલા, આ બેંકોએ સતત 21 વર્ષ સુધી સોનું વેચ્યું હતું.
જ્યારે 2017 થી, મોટાભાગના દેશોની કેન્દ્રીય બેંકોએ તેમના વિદેશી વિનિમય ભંડારમાં ડોલરનો હિસ્સો ઘટાડી દીધો છે. ભારતના વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો આશરે 15% સુધી પહોંચી ગયો છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, યુનાઇટેડ સ્ટેટ્સ, સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવે છે. તેની પાસે કુલ 8,133.5 ટન સોનું છે, જે તેના કુલ વિદેશી વિનિમય ભંડારના 78.7% છે. જર્મની (3,350.3 ટન), ઇટાલી (2,451.8 ટન), ફ્રાન્સ (2,437 ટન), રશિયા (2,326.5 ટન), ચીન (2,302.3 ટન), સ્વિટ્ઝર્લૅન્ડ (૧,૦૩૯.૯ ટન), ભારત (880 ટન), જાપાન (846 ટન) અને તુર્કી (639 ટન) બીજા ક્રમે છે.
એવામાંયુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 78.6% થયો છે, જે ઓગસ્ટ 2017 માં 69.6% હતો. આ સમયગાળા દરમિયાન, જર્મનીના વિદેશી વિનિમય અનામતમાં યુએસ ટ્રેઝરી બિલનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઓગસ્ટ 2017માં તે 427.1 અબજ ડોલર હતું, જે જુલાઈ 2025માં ઘટીને 107.7 અબજ ડોલર થયું છે. ઇટાલીના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 75.4% પર પહોંચી ગયો છે, જે ઓગસ્ટ 2017માં 66.4% હતો. આ જ સમયગાળા દરમિયાન, ફ્રાન્સના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 59.8% થી વધીને 75.8%, રશિયામાં 17.1% થી વધીને 43.7% એ પહોંચી ગયો છે.
જ્યારે ANZ એ જણાવ્યું હતું કે ધીમો આર્થિક વૃદ્ધિ, ઉચ્ચ ફુગાવો, બદલાતા ભૂરાજકીય દૃષ્ટિકોણ અને નબળા યુએસ ડોલરને કારણે સોનામાં રોકાણ માંગ મજબૂત થઈ રહી છે. અન્ય કિંમતી ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું. હાજર ચાંદી 0.6% ઘટીને $43.82 પ્રતિ ઔંસ થઈ, જે 14 વર્ષમાં તેનું ઉચ્ચતમ સ્તર છે. પ્લેટિનમ 0.3% ઘટીને $1,412.64 થયું, જ્યારે પેલેડિયમ 0.3% વધીને $1,182 પર પહોંચ્યુ છે.