- જેલમાં અમે કડિયાકામ, વેલ્ડીંગ, સુથારીકામ, દરજીકામ, અને પ્લમ્બીંગની વોકેશનલ ટ્રેઇનીંગ પણ આપીએ છીએ – મહેશ રાઠોડ, વેલ્ફેર ઓફિસર
હાલ બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ જેલમાં બંદીવાન ભાઇઓમાં પણ પરીક્ષા આપવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધો – 10 માં ચાર અને ધો. 12 માં ચાર વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે. જેલ સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્વનું છે. જેલોમાં આ વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. જ્યારે તે સમાજમાં જાય, ત્યારે તેણે સમય બરબાદ કર્યો તેમ ના લાગે. આમ થવાથી જે બહાર નીકળ્યા બાદ સીધો જ સમાજમાં ભળી જાય.
જેલ ઓથોરીટીના વેલ્ફેર ઓફિસર મહેશ રાઠોડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ધો. – 12 માં બોર્ડની પરીક્ષા આપનાર કેટલાક કેદીઓની ઉંમર 26 – 27 વર્ષ છે. તે લોકોએ પોતે જ પરીક્ષા આપવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તેઓ 11 સુધી ભણ્યા હતા, જેથી તેઓ ધો. 12 ની પરીક્ષા આપીને ઇગ્નુમાંથી ગ્રેજ્યુએશનનો કોર્ષ કરવા ઇચ્છે છે. તે સારી વાત છે. તેઓ આગળ કંઇક કરવા ઇચ્છે છે. જેલમાં અમે કડિયાકામ, વેલ્ડીંગ, સુથારીકામ, દરજીકામ, અને પ્લમ્બીંગની વોકેશનલ ટ્રેઇનીંગ પણ આપીએ છીએ. તેઓ ભણતર સાથે આ ટ્રેઇનીંગ મેળવે, ભણતા થાય, તેવી તમામ સુવિધા વડોદરા સહિતની જેલોમાં ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે 5 કેદી દ્વારા ધો – 12 ની પરીક્ષા આપવામાં આવી હતી. તેમાંથી ચાર ફુલ્લી પાસ થયા હતા. તેઓ હાલ ઇગ્નુમાંથી ગુજરાતી મીડિયમમાં ગ્રેજ્યુએશનનો કોર્ષ કરી રહ્યા છે. વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્વનું છે. જેલોમાં આ વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. જ્યારે તે સમાજમાં જાય, ત્યારે તેણે સમય બરબાદ કર્યો તેમ ના લાગે. આમ થવાથી જે બહાર નીકળ્યા બાદ સીધો જ સમાજમાં ભળી જાય. અમે તેને સારો નાગરિક બનાવા માટે તૈયાર કરીએ છીએ. આમ, કરવાથી તે સમાજ અને કુટુંબમાં સ્થિર થાય, અને ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ના આવે.