Vadodara

મંદિર પાસે બેસેલા યુવકોને માથાભારે તત્વોએ માર માર્યો, પોલીસે ફરિયાદ નોંધવામાં 23 કલાક લગાડ્યા

Published

on

ક્વિક રિસ્પોન્સના નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.

  • ભોગ બનેલા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યાના 40 મિનીટ બાદ પોલીસે રિસ્પોન્સ કર્યો
  • બાપોદ પોલીસ મથકની ફરિયાદમાં ગોરવા વિસ્તારમાં ફરતી 112ની ટીમને સ્થળ પર પહોચવા જણાવ્યું !
  • ભોગ બનનાર યુવકને થયો કડવો અનુભવ , 23 કલાક બાદ આખરે ફરિયાદ નોંધી

વડોદરા શહેરમાં 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને તાત્કાલિક મદદ બોલાવવા માટે શરુ કરેલી સેવાનો ખરાબ અનુભવ ખોડીયાર નગર વિસ્તારના એક ફરિયાદીને થયો હતો. જ્યાં કેટલાક માથાભારે યુવકોએ ફરિયાદીને માર માર્યો હોય પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર જાણ કરવા છતાંય ત્વરિત રિસ્પોન્સ આપવાને બદલે 112 PCR ટીમને કામગીરી સોપાઈ હતી. જે ટીમ ઘટનાના સમયે ગોરવા વિસ્તારમાં સ્ટેન્ડ બાય હતી. લગભગ 40 મિનીટ બાદ ફરિયાદ કરનાર ફરિયાદીને પોલીસે વળતો રિસ્પોન્સ કરીને જણાવ્યું હતું કે તેમની ટીમ ગોરવા વિસ્તારમાં છે. અને સ્થળ પર થોડી વારમાં પહોચશે. લગભગ 10 કિમી દુર કામગીરી કરી રહેલા વાહનને કોલ સોપવામાં આવતા પોલીસ વિભાગના “ક્વિક રિસ્પોન્સ” સામે સવાલો ઉભા થયા છે.


ગત 14 તારીખના રાતના 11:30ના અરસામાં સયાજીપુરા ટાંકી પાસે રહેતો યુવક વિકાસભાઈ વિશ્વકર્મા નજીકમાં આવેલા ગજાનંદ નમકીન પાસે તેના મિત્રો સાથે ઉભો હતો. આ દરમિયાન બે ઈસમો આવ્યા હતા અને ત્યાંથી ચાલ્યા જવા માટે જણાવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિએ ફરિયાદી વિકાસ વિશ્વકર્માને લાફો ઝીંકી દીધો હતો. ઘટના બાદ ફરિયાદીએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. જોકે 40 મિનીટ સુધી પોલીસ વિભાગ તરફથી કોઈ વળતો રિસ્પોન્સ મળ્યો ન હતો. ત્યાર બાદ 112 ટીમ માંથી તેઓને ફોન આવ્યો હતો અને ટીમ ગોરવાથી ફરિયાદીના લોકેશન પર પહોચી રહી છે તેમ જણાવ્યું હતું. ઘટના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બની હતી અને 112ની ટીમ ગોરવા વિસ્તાર માંથી આવતી હોવાનું જાણીને ફરિયાદીએ તેઓને નહિ આવવા માટે જણાવ્યું હતું.

Advertisement


બીજા દિવસે સવારે ફરિયાદી વિકાસ વિશ્વકર્માએ સમગ્ર ઘટનાની અરજી બાપોદ પોલીસ મથકમાં કરી હતી. જ્યાં તેઓએ હુમલો કરનાર યુવકના નામ સહિતની માહિતી આપી હતી.  નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.પોલીસે સમગ્ર પ્રકરણમાં બનાવ બન્યાના 23 કલાક બાદ ગુન્હો નોંધ્યો હતો. ક્વિક રિસ્પોન્સના નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.

Advertisement

Trending

Exit mobile version