Vadodara

માફી કલ્ચર માંથી પોલીસ ક્યારે બહાર આવશે?: તસ્કરો મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી ગયા

Published

on

વડોદરા પોલીસનું ગુન્હેગારોને માફી મંગાવવાનું વલણ ગુન્હાખોરીને વધુ વેગ આપી રહ્યું છે.છેલ્લા થોડા સમયમાં ત્રણ વાર મંદિરોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.

https://www.instagram.com/reel/DPVvAy5DCCm/?igsh=a3Rscmd1dm14Y3h1

  • એક સમયે તસ્કરોમાં પોલીસનો ડર હતો, હવે પોલીસ પોતાની ઈમેજ બિલ્ડીંગમાં વ્યસ્ત!
  • નાઈટ પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉભા થયા, મુખ્ય માર્ગ પર પરોઢિયે તસ્કરો ચોરી કરીને ફરાર
  • કારેલીબાગ પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે. જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર દોઢ મિનિટના સમયમાં તસ્કરો મંદિરની બે દાન પેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર ઓણ સવાલો ઉભા થયા છે.

કારેલીબાગ પાણીની ટાંકીથી હાથિખાના તરફ જવાના માર્ગ ઓર ગબ્બર એપાર્ટમેન્ટ પાસે આતી પૌરાણિક અંબામાતાનું મંદિર આવેલું છે. નવરાત્રીના નવ દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાન પેટીમાં મુકતા હોય છે. હજી નવરાત્રી પૂર્ણ થયે એક દિવસ જ થયો છે ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાન પેટી ઉઠાવીને પલાયન થઈ ગયા.

સમગ્ર ઘટના મંદિરના CCTV કેમરામાં કેદ થઈ હતી, જ્યાં માત્ર દોઢ-બે મિનિટ માંજ તસ્કરો આખી દાન પેટી લઈને પલાયન થઈ જતા કેમરામાં દેખાઈ રહ્યા છે. ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે CCTVની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે, વડોદરા પોલીસનું ગુન્હેગારોને માફી મંગાવવાનું વલણ ગુન્હાખોરીને વધુ વેગ આપી રહ્યું છે.છેલ્લા થોડા સમયમાં ત્રણ વાર મંદિરોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. ગુન્હેગારો સામે કડક કાર્યાવહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજ બિલ્ડીંગ માટે વધુ કામ કરતી હોય તેમ લાગે છે. જો ગુન્હેગારો પાસે માફી મંગાવવાથી  ગુન્હાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે!

Advertisement

Trending

Exit mobile version