Gujarat

પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે

Published

on

આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે.

પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા હેતુ વટવા અને રકસૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે.

Advertisement

વટવા-રકસૌલ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે વટવાથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે 4 વાગ્યે રકસૌલ પહોંચશે.

આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દોડશે.

● આજ રીતે રકસૌલ-વટવા સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે રકસૌલથી સવારે 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 8 વાગ્યે વટવા પહોંચશે.

Advertisement

આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દોડશે.

જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત 5 ઓક્ટોબરના બદલે હવે 28 ડિસેમ્બર સુધી લંબાવી છે. તેવી જ રીતે રકસૌલ-ઉધના સ્પેશિયલ ટ્રેનની મુદત 4 ઓક્ટોબરના બદલે 3 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ ટ્રેનોનું બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઇઆરસીટીસી પર થઈ શકશે.

Advertisement

Trending

Exit mobile version