Vadodara

પાણીની લાઈન જોડાણે વડોદરા પૂર્વના નાગરિકોને મુશ્કેલી: 4 ટાઈમ પાણી નહીં મળે

Published

on

વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 25થી 27 નવેમ્બર દરમિયાન પાણી પુરવઠા બંધ રહેશે

  • 27 નવેમ્બરની સાંજથી શહેરના તમામ વિસ્તારોમાં પાણી નાના પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે.
  • પાણીગેટ ટાંકી, નાલંદા, ગાજરાવાડી, બાપોદ, સયાજીપુરા, સંખેડા, દશા લાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર અને નંદ ગામ સહિતના વિસ્તારો આ અસર હેઠળ રહેશે.
  • આજવા અને લાલબાગ ટાંકી ખાતેથી આ દિવસોમાં કાપથી પાણી આપવામાં આવશે.

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવતા 25થી 27 નવેમ્બર દરમિયાન પાણી પુરવઠા અસરગ્રસ્ત રહેશે. આજવા સરોવરથી નિમેટા સુધી નવી 1524 મીમી વ્યાસની પાણી લાઈન નાખવાની કામગીરી અંતર્ગત, આજવા ઇન્ટેકવેલમાંથી પાણી પુરવઠો તાત્કાલિક બંધ રાખવાની મ્યુનિસિપલ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન 25મીના સાંજના સમયે, 26મીના બે વખત — સવારે અને સાંજે, તેમજ 27મીના દિવસે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે નહીં. 27મીની સાંજથી પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે ઉપલબ્ધ કરાવાશે.આ શટડાઉન દરમિયાન પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, બાપોદ, સયાજીપુરા સહિતની ટાંકીઓ તેમજ સંખેડા, મહેશનગર, દંતેશ્વર, મહાનગર, અને નંદ ગામ જેવા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે. ફક્ત આજવા અને લાલબાગ ટાંકી વિસ્તારના કેટલાક ભાગોમાં કાપથી પાણી પુરવઠો ચાલુ રહેશે.

મ્યુનિસિપલ તંત્રએ રહીશોંને અપીલ કરી છે કે તેઓ શટડાઉનની તારીખ પહેલાં જ પૂરતો પાણી સંગ્રહ કરી રાખે અને આગામી ત્રણ દિવસ દરમિયાન પાણીનો કરકસરથી ઉપયોગ કરે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નવી મેનિફોલ્ડથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા વધુ સુગમ બનશે.

Trending

Exit mobile version