બાજવા ગામના રહીશોએ ફરિયાદ કરી કે ખંડિયેર હાલતની ટાંકીને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સુધી કોઈપણ અધિકારી તપાસ કરવા શુદ્ધા આવ્યા નથી.
- લાંબા સમયથી પાણીની ટાંકીમાંથી લીકેજની સમસ્યા છે.
- ખંડીયાર પાણીની ટાંકીના કારણો જોખમ તોળાતું હોવાને લઈને તંત્રને જાણ છે. છતાં કોઈપણ ફરકયું નથી તેવુ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યુ
- બાજવા ગામમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકીમાંથી 24 કલાકછી પાણી સતત લીકેજ થઈ રહ્યું..
શહેરમાં પાણીને લઈને કકળાટ ચાલુ જ છે તે જોવા મળ્યો. બાજવામાં પાણીની ટાંકી ખંડિયેર હાલતની હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
શહેરમાં પાણીને લઈને કકળાટ ચાલુ જ છે તે જોવા મળ્યો. જ્યારે અગાઉ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ હતા. જ્યારે હાલમાં પાણીની ટાંકી ખંડિયેર હાલતની હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. બાજવા ગામમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકીમાંથી 24 કલાકછી પાણી સતત લીકેજ થઈ રહ્યું છે. ખંડીયાર પાણીની ટાંકીના કારણો જોખમ તોળાતું હોવાને લઈને તંત્રને જાણ કરવામાં આવી છતાં કોઈપણ ફરકયું નથી તેવુ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યુ.
વડોદરામાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાજવા ગામમાં ખંડિયેર હાલતની પાણીની ટાંકી 15 વર્ષ પહેલા બનાવવામાં આવી છે.જ્યારે ટાંકીમાંથી પાણી લીક થતા સળિયા દેખાવા લાગ્યા અને પ્લાસ્ટર પણ ખરી પડ્યું છે. છેલ્લા 24 કલાકથી પાણીની ટાંકીમાંથી સતત પાણી લીક થવાના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ગમે ત્યારે ટાંકી ધરાશયી થાય તેવી ભીતિને પગલે પાસેના મકાનમાં આવેલ આંગણવાડી ખસેડવાની સ્થિતિ સર્જાઈ.
જ્યારે ભાડાના મકાન આંગણવાડી ચાલે છે. જેમાં અનેક બાળકો આવતા હોય છે. ખંડિયેર હાલતની થયેલી ટાંકી ના કારણે નજીકની આંગણવાડીને પણ કમ્પાઉન્ડ વોલ બનાવીને બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. બાળકો અને ત્યાં આવતા શિક્ષકોની સલામતીને લઈને આ નિર્ણય કરાયો. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્યમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે. નબળા બાંધકામ અને ખંડિયેર હાલતની સ્થિતિના કારણે પાણીની ટાંકી ધરાશાયી થતા મોટું નુકસાન થાય છે. કયારેક જાનહાનિ થયાની ઘટના પણ બને છે. બાજવા ગામના રહીશોએ ફરિયાદ કરી કે ખંડિયેર હાલતની ટાંકીને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સુધી કોઈપણ અધિકારી તપાસ કરવા શુદ્ધા આવ્યા નથી.