વડોદરામાં વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું. બરાનપુરા ખાતે રહેતા વ્યંઢળ સમાજ દ્વારા વાજતે ગાજતે, ગરબાના તાલે રમઝટ બોલાવતા મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું.
સવાર થી શહેર અને જિલ્લામાં ઠેરઠેર ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે શહેરના બરાનપુરા વિસ્તાર ખાતે રહેતા વ્યંઢળ સમાજ દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરી યોગદાન આપવામાં આવ્યું. વ્યંઢળ સમાજ દ્વારા ઢોલ-નગારાના તાલે મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું. વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી અને અન્ય માસીબાઓ દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું.
વ્યંઢળ સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝટ બોલાવતા ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કર્યા બાદ વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી દ્વારા તમામ લોકોને વધુ માં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી.