Vadodara

ગટરગંગા બની ગયેલી વિશ્વામિત્રીના મકહાય મગરે શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો

Published

on

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ છે. પરંતુ હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો અને કાચબાઓને નુકસાન તેમજ વિશ્વામિત્રી નદી પ્રદુષિત થઈ છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યેજ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો બ્રેકફાસ્ટ બનાવી લીધો હતો.

Advertisement

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મૂકાય ગયા છે. શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ.

વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપરપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસીટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે. જેને કારણે નદીમાં વસવાટ કરતા 300 થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટાપ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version