અધિકારીઓ જોડે મીટિંગ રાખવામાં આવી છે. તેમાં જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે, તેનું અવલોકન કરાવીને, તેનું નિરાકરણ આવશે- SP
- વડોદરા જિલ્લાના એસપીએ કાર્યભાર સંભાળ્યો.
- ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહીના સંકેત
- લોકો અને વિસ્તારના પ્રશ્નોના ત્વરિત ઉકેલની બાંહેધારી.
તાજેતરમાં રાજ્યમાં તૈનાત સંખ્યાબંધ આઇપીએસ ઓફીસરોની બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વડોદરા જિલ્લાના તત્કાલિન એસપી રોહન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ સુશિલ અગ્રવાલને મુકવામાં આવ્યા છે.
આજે સુશિલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા જ તેમણે ગુનેગારો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવાની વાત કહી છે. ટુંક સમયમાં તેઓ અધિકારીઓ જોડે મહત્વની બેઠક યોજવા જઇ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો. આ બદલીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત પોલીસના ઉચ્ચ અધિકારીઓને અન્યત્રે મુકવામાં આવ્યા હતા. તે પૈકી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સુશિલ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે. આજે તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે.
આ તકે તેમણે મીડિયા સાથે કરેલી વાતમાં ગુનેગારો અને લુખ્ખા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સાથે જ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે, તેનું અવલોકન કરાવીને, તેનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
વડોદરા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બેઠકના અંતે તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે મેં વડોદરાના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે.
તમામ અધિકારીઓ જોડે મીટિંગ રાખવામાં આવી છે. તેમાં જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે, તેનું અવલોકન કરાવીને, તેનું નિરાકરણ આવશે. સાથે જ પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે તે બાબતે ખાસ કાળજી રાખવામાં આવશે. અને ગુનેગારો અને લુખા તત્વો પર કાયદાના ભાગરૂપે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.