શહેરના ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલા સંતોષી નગરમાં પીવાના પાણીના પ્રશ્ન લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે. પાણી ઓછા પ્રેશર થી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે.
- વોર્ડ 4માં દૂષિત પાણીની સમસ્યાને લઈને મોરચો પહોંચ્યો
- પાણી ઓછા પ્રેશર થી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે.
- જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક લોકોએ એકત્ર થઈ દૂષિત પાણીની બોટલો સાથે પાલિકાની પૂર્વ ઝોન વોર્ડ નંબર ચારની કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે. ત્યારે , વહેલી તકે પીવાનું ચોખ્ખુ પાણી આપવા માંગણી કરી હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. નદી તળાવો,સરોવરો, ડેમોમાં નવા આવક થઈ છે, તેમ છતાં વડોદરા શહેરના એવા કેટલાય વિસ્તારોમાં આજે પણ પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલા સંતોષી નગરમાં પીવાના પાણીના પ્રશ્ન લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે. પાણી ઓછા પ્રેશર થી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે.
વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. કાઉન્સિલરો પણ સહકાર નહીં આપતા હોવાના આક્ષેપ સાથે વિસ્તારના સ્થાનિક રહીશો પાલિકાની વહીવટી વોર્ડ નંબર ચાર ની કચેરી ખાતે પહોંચી દૂષિત પાણી સાથે દેખાવ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.રજૂઆત કરવા આવેલા વિસ્તારના સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે. થોડુંક સારું આવે અને પરત પાછું ગંદુ પાણી આવી રહ્યું છે.
અમે ઘણી વખત રજૂઆત કરી છે, પણ એકબીજાની ઉપર ખોવા આપવામાં આવી રહી છે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે. નાના બાળકો ઝાડા ઉલટીના કેસોમાં સપડાયા છે. કોર્પોરેટરો પણ આ રજૂઆતને ધ્યાને લેતા નથી. માત્રને માત્ર વાયદાઓ અને વચનો આપી રહ્યા છે. બહારથી વેચાતું પાણી મંગાવીને ગુજરાત ચલાવવું પડી રહ્યું છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને એકપણ નેતાને પ્રવેશવા નહીં દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.