Vadodara

વડોદરા: રહેણાક સમન્વય સ્પ્લેન્ડિડ કો.ઓ.હા. સોસાયટીમાં ‘નશાની હોટલ’નો આતંક! મહિલાઓની સુરક્ષા જોખમમાં

Published

on

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં, સેવાસી કેનાલ રોડ પર આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ કો.ઓ.હા. સોસાયટીના રહીશોએ ફરી એકવાર પાલિકા તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી છે. રહેણાંકના ફ્લેટમાં ચાલી રહેલી ગેરકાયદેસર હોટલ અને તેમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓથી સોસાયટીમાં ભયનો માહોલ છે.

👉નશો, છેડતી અને સુરક્ષાનો ભંગ

ક્યાં ચાલે છે હોટલ? સોસાયટીના સળંગ ચાર રહેણાક ફ્લેટમાં આ કોમર્શિયલ હોટલની પ્રવૃત્તિ ચાલી રહી છે.

  • ગંભીર આક્ષેપો: અહીં આવતા સ્થાનિકો, અન્ય રાજ્યોના તથા વિદેશના મુલાકાતીઓ રાત્રે નશામાં ચૂર થઈને પાર્ટીઓનું આયોજન કરે છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ નબીરાઓ મહિલાઓ અને નાની બાળાઓની છેડતી જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો રહીશોએ કર્યા છે.
  • વ્યાપારી ઝોન: રહીશોનો આક્ષેપ છે કે શોર્ટ ટર્મ રેન્ટલ (Short Term Rental) પ્રવૃત્તિઓ દ્વારા રહેણાક વિસ્તારને વ્યાપારી ઝોન બનાવી દેવાયો છે, જે રેસિડેન્શિયલ ઝોનના નિયમોનો ખુલ્લો ભંગ છે.


👉પોલીસ અને પાલિકા તંત્ર સામે રોષ

જ્યારે રહીશોએ જણાવ્યું કે અસામાજિક તત્ત્વોના ત્રાસથી શાંતિ અને સુરક્ષાનો ભંગ થયો છે.

  • પોલીસનો જવાબ: જ્યારે સ્થાનિકોએ આ અંગે તાલુકા પોલીસને રજૂઆત કરી, ત્યારે તેમણે “ચોર કોટવાલને દંડે” તેવા જવાબો આપ્યા હતા. એટલું જ નહીં, રજૂઆત કરનારા રહીશોને જેલમાં પૂરી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
  • પાલિકાની નિષ્ક્રિયતા: પાલિકા તંત્ર સમક્ષ દસ દિવસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

👉એક વર્ષ અગાઉ સીલ, પણ ફરી શરૂ

  • જૂની ફરિયાદ: એક વર્ષ અગાઉ પણ તંત્ર સમક્ષ આ જ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે પાલિકા દ્વારા આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચલાવતા ફ્લેટ્સને સીલ મારવામાં આવ્યું હતું.
  • ફરી શરૂઆત: જોકે, ગયા નવરાત્રી દરમિયાન આ હોટલ ફરી એકવાર ચાલુ થઈ જતાં રહીશો ઉશ્કેરાયા છે.

વડોદરા પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ગેરકાનૂની વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉગ્ર માગણી કરી છે.શું પાલિકા તંત્ર અને પોલીસ આ ગંભીર મામલે રહીશોને ન્યાય આપીને તાત્કાલિક પગલાં લેશે?

Trending

Exit mobile version