Vadodara

દુબઈથી ચાલતા ઓનલાઇન જુગારના રેકેટનો વડોદરા તાલુકા પોલીસે કર્યો પર્દાફાશ, 16 મોબાઈલ સાથે 5 શખ્સો જેલ ભેગા

Published

on

  • ઓપરેશન પરાક્રમ: 112 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે વડોદરા તાલુકા પોલીસે ભાયલીના ફ્લેટમાં પાડ્યો દરોડો.
  • દુબઈ કનેક્શન: રાયપુરનો હર્ષિત ઉર્ફે બ્રહ્મા દુબઈ બેઠા ચલાવતો હતો ઓનલાઇન જુગારનું સામ્રાજ્ય.
  • મોટી રિકવરી: 16 મોબાઈલ, 2 લેપટોપ અને 12 બેંક કાર્ડ સહિત કુલ ₹1.81 લાખનો મુદ્દામાલ જપ્ત.
  • મોડસ ઓપરેન્ડી: ગ્રાહકોને માસ્ટર આઈડી આપી તીનપત્તી, રોલેટ અને રમી જેવી પ્રતિબંધિત ગેમ રમાડતા હતા.

વડોદરા: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ ઓનલાઇન સટ્ટાબાજી અને સાયબર ક્રાઇમ આચરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા તાલુકા પોલીસે ભાયલી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એવી ગેમ્બલિંગ વેબસાઇટ્સ દ્વારા જુગાર રમાડતી ટોળકીના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે.

🚨દરોડાની વિગત:

ગત 21 માર્ચ 2026ના રોજ 112 પોલીસ હેલ્પલાઇન દ્વારા બાતમી મળી હતી કે ભાયલીના સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના એ-504 નંબરના મકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. વડોદરા તાલુકા પી.આઈ. વી.એમ. ટાંકની સૂચનાથી પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી ઓનલાઇન સટ્ટો રમવા અને રમાડવા માટેનું આખું સેટઅપ મળી આવ્યું હતું.

🧐દુબઈ બેઠો છે માસ્ટર માઈન્ડ:

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખું નેટવર્ક દુબઈમાં રહેતા હર્ષિત ઉર્ફે બ્રહ્મા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આરોપીઓ ટેલિગ્રામ દ્વારા પ્રતિબંધિત ગેમ્સનું પ્રમોશન કરતા હતા અને માસ્ટર આઈડી દ્વારા ગ્રાહકોને આઈડી-પાસવર્ડ આપી હાર-જીતનો જુગાર રમાડતા હતા. આ ટોળકી નાગરિકોના બેંક ખાતા ખોલાવી તેનો ઉપયોગ ગુનાહિત વ્યવહારો માટે કરતી હતી.

👉ઝડપાયેલા આરોપીઓ:👇

1. દર્પણ દિલીપભાઈ જેઠવા (રહે. ભાયલી, મૂળ રાયપુર)

2. જોકિમ ઈશ્વરભાઈ મેકવાન (રહે. છાણી, વડોદરા)

3. શેખર પ્રદીપભાઈ કશ્યપ (રહે. ભાયલી, મૂળ છત્તીસગઢ)

4. ધ્રુતી જોકિમ મેકવાન (રહે. ગોરવા, વડોદરા)

5. મોહમ્મદ આરિફ પટેલ (રહે. અકોટા, વડોદરા)

🗣️મુદ્દામાલની વિગત:

પોલીસે સ્થળ પરથી 2 લેપટોપ, 16 મોબાઈલ ફોન, 2 પાસપોર્ટ, 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને વાઈફાઈ રાઉટર સહિત કુલ ₹1,81,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં વડોદરા તાલુકા પોલીસે બી.એન.એસ. (BNS) અને જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દુબઈ સ્થિત મુખ્ય આરોપીને ઝડપી પાડવા અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

🫵ઓનલાઇન સટ્ટાબાજી અને લલચામણી ગેમ્સમાં નાણાં ગુમાવવાને બદલે જાગૃત રહી પોલીસને સહકાર આપવો જરૂરી છે.

Trending

Exit mobile version