Vadodara

વડોદરા : ઔષધીય ગુણ ધરાવતા  ૫૦૧ વૃક્ષો ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું

Published

on

યુવા કેન્દ્ર ના સ્થાપક દિલીપભાઈ મહેતા અને નિલાબેન મહેતા ને સરગવાના છોડ નું વિતરણ કરીને ૫૦૧ છોડ નું વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું

  • છેલ્લા 38 વર્ષથી બાળકો અને યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો
  • મનાલી, માઉન્ટ આબુ, ગિરનાર, પંચમઢી વગેરે નૈસર્ગિક સ્થળોએ શિબિરોનું આયોજન.
  • વન્યસૃષ્ટિ રક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે તાલીમ આપવામાં આવે છે.

વડોદરા ની ગુજરાત એડવેન્ચર ક્લબ છેલ્લા આડત્રીસ વર્ષ થી બાળકો અને યુવાનો ને પર્વતારોહણ ટ્રેકિંગ કરાવી વન્ય સૃષ્ટિને નજીક થી નિહાળી પર્યાવરણની જાળવણી માટે સભાન કરીને તેને બચાવવા માટે પ્રયત્નશીલ છે અને સ્થાપક હસમુખભાઈ પાઠક  બાળકો અને યુવાનો ને મનાલી માઉન્ટ આબુ ગિરનાર તેમજ પંચમઢી જેવા સ્થળોએ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા સ્થળ પર તંબુમાં નિવાસ કરાવીને વન્ય સૃષ્ટિને બચાવવા માટે પ્રશિક્ષણ આપે છે.

ગુજરાત એડવેન્ચર ક્લબ દ્વારા તાજેતરમાં  ઔષધિય ગુણો ધરાવતા   સરગવો અરીઠાં આમળા ગુગળ અને સરગવા જેવા પાંચસો એક વૃક્ષ ના છોડ નું ઊડેરા કોયલી સેવાસી ઉમરાયા તેમજ સુભાનપુરા વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતુ અને છેલ્લે અભિનવ યુવા કેન્દ્ર ના સ્થાપક દિલીપભાઈ મહેતા અને નિલાબેન મહેતા ને સરગવાના છોડ નું વિતરણ કરીને ૫૦૧ છોડ નું વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું

Trending

Exit mobile version