Savli

વડોદરા: સાવલી તાલુકાના સરદારનગર રોડ પર ભયાનક અકસ્માત, યુવાકનું કરુણ અવસાન

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારનગર રોડ પર ભયાનક અકસ્માત બન્યો.

  • મેવલી ગામના યુવક ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું આ ઘટનામાં કરુણ અવસાન થયું.
  • ટક્કર એટલી જોરદાર હતી કે ધર્મેન્દ્રસિંહ રોડ પર ફંગોળાઈ ભારે ઘાયલ થયા.
  • સ્થાનિક લોકોએ તેમને હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારનગર રોડ પર બનેલી દુર્ઘટનામાં મેહલી ગામના રહેવાસી ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું દુખદ અવસાન થયું છે. માહિતી મુજબ, ધર્મેન્દ્રસિંહ કંપનીની ફરજ પૂર્ણ કરીને  ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એસટી બસે તેમને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે ધર્મેન્દ્રસિંહ રોડ પર ફંગોળાઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.દુર્ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે બસની ઝડપ વધુ હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે જાણવા તપાસ ચાલી રહી છે.

પોલીસ સૂત્રો મુજબ, બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.મૃતક ધર્મેન્દ્રસિંહ ચૌહાણના અવસાનથી મેહલી ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. પરિવારે જણાવ્યું કે તેઓ પરિવારના આધારસ્તંભ હતા અને રોજની જેમ પોતાના કામ પરથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ગ્રામજનો સહિત સૌએ તેમના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

Trending

Exit mobile version