- ઝોન-3 એલ.સી.બી.નો સપાટો: સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી દારૂનો જથ્થો પકડાયો.
- 599 બોટલ દારૂ અને કાર સહિત કુલ ₹3.82 લાખનો મુદ્દામાલ કબજે.
- દરોડા દરમિયાન 2 શખ્સોની ધરપકડ; મુખ્ય આરોપી સંદીપ રાજપૂત અને વિકી કનોજીયા વોન્ટેડ.
વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ અભિયાન અંતર્ગત ઝોન-૩ એલ.સી.બી. ટીમે ડભોઈ રોડ પર દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
📌ઘટનાની વિગત:
એલ.સી.બી.ના અ.હે.કો. સિદ્ધાર્થસિંહ અને મિતેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ડભોઈ રોડ પર મહાનગર વુડાના મકાન સામે આવેલા ‘સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષ’ના બેઝમેન્ટ પાર્કિંગમાં ઉત્તમ જયસ્વાલ અને અભય જાદવ નામના બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગાડીમાં ભરીને સગેવગે કરવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
🧐ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. જેમાં:
- પકડાયેલ આરોપી: ઉત્તમ શિવપાલભાઈ જયસ્વાલ (રહે. નાયરા પેટ્રોલ પંપ પાસે, વડોદરા) અને અભય દિનેશભાઈ જાદવ (રહે. ગોકુળનગર, વડોદરા).
- કબજે કરેલ મુદ્દામાલ: વિદેશી દારૂની ૫૯૯ બોટલ (કિંમત ₹2,52,648), ૨ મોબાઈલ ફોન (₹30,000) અને 1 કાર (₹1,00,000) મળી કુલ ₹3,82,648 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
🚨વોન્ટેડ આરોપીઓ:
આ દારૂનું નેટવર્ક ચલાવતા અને ફરાર થયેલા અન્ય ૨ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે:
1. સંદીપ રાજપૂત (રહે. ડભોઈ રોડ, વડોદરા)
2. મયૂર ઉર્ફે વિકી કનોજીયા
👮પોલીસ કાર્યવાહી:
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.