તા.૨ જી ઓક્ટોમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર ૩૦ ટકા અને પરપ્રાંતની ખાદી પર ૨૦ ટકા ખાસ વળતર અપાશે
શહેરખાદી છેલ્લા ૭૫ વર્ષથી સૌના સહકારથી ઉતરોતર પ્રગતિ કરી રહ્યુ છે.
વિવિધ અવનવી ચીજો રાવપુરા ,વડોદરા શાખા અને ગ્રામોધોગ કેંદ્ર ભુતડીઝાંપા ખાતે સવારે ૧૦:૩૦ થી ૦૭:૩૦.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગ ભવન, કોઠી, રાવપુરા વડોદરા ખાદી છેલ્લા ૭૫ વર્ષથી સૌના સહકારથી ઉતરોતર પ્રગતિ કરી રહ્યુ છે. આ સંસ્થા ખાદીના ઉત્પાદન દ્વારા આર્થીક ગરીબ વણકર તથા કાંતનાર ગુજરાતના અનેક ગામોના કારીગરોને રોજગારી પ્રદાન કરે છે. ખાદી ભવનમાં ગાંધી જયંતી ૨જી ઓક્ટોમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર ૩૦ ટકા અને પરપ્રાંતની ખાદી પર ૨૦ ટકા ખાસ વળતર આપવામાં આવશે.
એમાં સુતરાઉ કાપડ (રીંકલ ફી, મસલીન ખાદી, કલકત્તી ખાદી, રંગીન ખાદી, કોટન શર્ટ, સદરા, સાડી તથા ડ્રેસ રેશમ સીલ્ક સાડી, રાજકોટ પટોળા, જામદાની સાડી, હૈદરાબાદી રેશમી ડ્રેસ, પ્લેન સીલ્ક શર્ટીંગ સીલ્ક રેડીમેડ, ગરમ વસ્ત્ર ગરમ જેકેટ, બ્લેન્કેટ, ગરમ શાલ તથા ભારત ભરમાંથી ઉત્પાદન થયેલ ખાદી ઉપલબ્ધ છે.
આ ઉપરાંત પોલિવસ્ત્ર,કોટી પેન્ટ, પહેરણ, પોલિવસ્ત્ર, શર્ટ, કોટીંગ, રંગીન શર્ટીંગ પોલિવસ્ત્ર પી – ૧, ચર્મ ચામડાના બુટ તથા ચંપલ અવનવી ડીઝાઈનમા હસ્તકલા ગીફ્ટ આપવા લાયક ચીજો, સાબુ અગરબત્તી, સુખડ ઓઇલ, સુખડ લાકડુ, વિવિધ અવનવી ચીજો રાવપુરા ,વડોદરા શાખા અને ગ્રામોધોગ કેંદ્ર ભુતડીઝાંપા ખાતે સવારે ૧૦:૩૦ થી ૦૭:૩૦ સુધી જાહેર જનતા એ લાભ લેવા ખાદીગ્રામ ઉદ્યોગ ના મેનેજર શ્રી રાકેશ પટેલની યાદીમાં જણાવાયુ છે.