Vadodara

વડોદરા : કોર્ટે 477 કરોડના મેફેડ્રોન પકડાયેલ,આરોપીની જામીન અરજી રદ કરી

Published

on

પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી રાજુ કૃપાગીરી રાજપૂતે ૨૦ દિવસના વચગાળાના જામીન માગતા માટે કોર્ટમાં અરજી કરી હતી.

  • સિંઘરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા ATS ટીમે વર્ષ 2022માં રેડ પાડી 477 કરોડથી વધુનો જથ્થો કબજે કર્યોતો
  • પરિવારને આર્થિક મદદ કરવા તેમજ કોર્પોરેશનનો લાખોનો ટેક્સ બાકી હોઇ મિલકત વેંચી ટેક્સ ભરવા અરજી આપી હતી.
  • આ બનાવમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શહેરના  સિંઘરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા ATSની ટીમે વર્ષ 2022માં રેડ પાડી 477 કરોડથી વધુનો જથ્થો કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા એક આરોપીએ પરિવારને આર્થિક મદદ કરવા તેમજ કોર્પોરેશનનો લાખોનો ટેક્સ બાકી હોઇ મિલકત વેંચી ટેક્સ ભરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસમાં એવુ છે કે, ATS ની ટીમે સિંઘરોડમાં રેડ પાડી જંગી માત્રમાં મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી રાજુ કૃપાગીરી રાજપૂતે 20 દિવસના વચગાળાના જામીન માગતા માટે કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે, તેનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કોર્પોરેશનનો પાંચ લાખથી વધુનો વેરો બાકી છે એટલે જે મિલકત સયુક્ત માલિકીની છે તે મિલકત વેંચીને તે ટેક્સ ભરવા માગે છે.

Trending

Exit mobile version