Vadodara

વડોદરા શહેર રંગોથી ખીલી ઉઠ્યું: કોર્પોરેશને 60,931 ચોરસ ફૂટ દીવાલોને આપ્યો કલાકૃતિનો રંગ

Published

on

વડોદરાઃ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી આ અભિયાનને જીવંત અને લોકસહભાગી બનાવી રહી છે, તેમ કોર્પોરેશનનું કહેવું છે.

  • સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમિત્ર બનાવવા  નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે કોર્પોરેશન દ્વારા વોલ પેન્ટિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું
  • હજી વધુ 50થી વધુ મુખ્ય સ્થળો પર પેન્ટિંગ કરવામાં આવનાર છે.
  • મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટરો રાત્રિ બજાર વગેરે સ્થળે કલાત્મક ચિત્રણ કરવામાં આવશે

જ્યારે VMC દ્વારા “સ્વચ્છતા હી સેવા “અંતર્ગત શહેરની અનેક દીવાલોને સંદેશાઓ સાથે રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 290 સ્થળો ઉપર 60931 ચોરસ ફૂટ દીવાલ પર કલાત્મક પેન્ટિંગની કામગીરી કરવામાં આવી છે. 

વડોદરાને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમિત્ર બનાવવા  નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે કોર્પોરેશન દ્વારા વોલ પેન્ટિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દીવાલોને રંગબેરંગી, સંદેશાસભ૨ કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવી છે

તેમાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, જળ સંરક્ષણ તથા પર્યાવરણ સુરક્ષા જેવા મહત્વના વિષયો  આધારિત પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે. હજી વધુ 50થી વધુ મુખ્ય સ્થળો પર પેન્ટિંગ કરવામાં આવનાર છે જેમાં મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટરો રાત્રિ બજાર વગેરે સ્થળે કલાત્મક ચિત્રણ કરવામાં આવશે.

Trending

Exit mobile version