Vadodara

વડોદરા : ખરાબ રસ્તાની સમસ્યા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા ફટાકડા ફોડીને પૂજા કરી

Published

on

વડોદરાના કોર્પોરેટરો તેમની લોકચાહના જ્યાં હોય ત્યાં કામો કરે છે. બીજા વિસ્તારના કામો નહીં થતા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે – સ્થાનિક

  • વોર્ડ નં – 8 માં મુખ્ય માર્ગની ખરાબ હાલત
  • લોકોની મુશ્કેલીને અવાજ આપવા સ્થાનિકો મેદાને
  • અધિકારીઓને ચપ્પલનો હાર પહેરાવવા સુધીની તૈયારી

વડોદરા પાલિકાના વહીવટી વોર્ડ નં – 8 માં ખરાબ ખાડાવાળા રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ ખરાબ રોડ પર ફટાકડા ફોડીને, ખાડાનું પૂજન કરીને અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ સાથે જ વિરોધ કર્તાએ અધિકારીએનો ચીમકી આપી કે, આ રોડ વહેલી તકે બનાવવામાં આવે તેની માંગ છે. નહીં તો આંદોલન કરવામાં આવશે. અધિકારીઓને કહેવા માંગું છું કે, તમે કોર્પોરેટરોનું જ કામ કરતા હોવ તો પાર્ટીનો ખેસ પહેરી લેજો.

જ્યારે સ્થાનિક અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ વિસ્તાર વહીવટી વોર્ડ નં – 8 માં આવેલો છે. રીફાઇનરી ટાઉનશીપમાંથી પસાર થાય છે, આ બાજવા અનો કરોડિયાને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ઘણા વર્ષોથી ખાડા પડી ગયા છે. લોકોની કમર તુટી ગઇ છે. ખાડાના કારણે પડવાથી લોકોના હાથ-પગ પણ તુટ્યા છે. ઘણા વર્ષોથી આ રોડ બનાવવામાં આવ્યો નથી. ડ્રેનેજનું કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું છે, તેણે રોડની હાલત બિસ્માર કરી નાંખી છે. ડ્રેનેજના કોન્ટ્રાક્ટરને તંત્ર છાવરી રહ્યું છે. વોર્ડ નં – 8 શહેરના પૂર્વ મેયર અને હાલના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યનો વોર્ડ છે. ધારાસભ્યએ પોતાનો વિસ્તાર પહેલા સાચવવો જોઇએ. પ્રજાની જરૂરત તેમણે પૂરી કરવી જોઇએ.

Advertisement

એમણે વધુમાં જણાવ્યું કે, અમારા ધ્યાને આવ્યું છે કે, કોર્પોરેટરો તેમની લોકચાહના જ્યાં હોય ત્યાં કામો કરે છે. બીજા વિસ્તારના કામો નહીં થતા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. અમે લોકોનો અવાજ બનવા માટે અમે ફટાકડા ફોડીને, ખાડા દાદાને વિનંતી કરી કે, આ રોડ પર કોઇને ઇજા ના થાય. કોઇ પડે ના, તેવી આશા સાથે પૂજા કરી છે. આ રોડ વહેલી તકે બનાવવામાં આવે તેની માંગ છે. નહીં તો આંદોલન કરવામાં આવશે. અધિકારીઓને કહેવા માંગું છું કે, તમે કોર્પોરેટરોનું જ કામ કરતા હોવ તો પાર્ટીનો ખેસ પહેરી લેજો. પ્રજાના કામ નહીં થાય તો અમે ચપ્પલનો હાર પહેરાવીશું.

Advertisement

Trending

Exit mobile version