Vadodara

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, અજાણ્યા ઈ-મેઈલથી તંત્ર દોડતું થયું

Published

on

વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ એરપોર્ટ ઓથોરિટી ને મળતા તંત્ર સાબદુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે.

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન હોય કે અન્ય કોઈ સરકારી ઈમારત હોય તેને વર્ષો પહેલા પોસ્ટકાર્ડ દ્વારા ધમકી આપતા હોવાના કિસ્સા બન્યા છે જ્યારે હવે નવી ટેકનોલોજી ને આધારે હવે ઇમેલ કરીને ધમકી આપનારા તત્વો પણ સક્રિય બન્યા છે.

Advertisement

આજે વડોદરા એરપોર્ટ ઓથોરિટી ને ઈમેલ દ્વારા કોઈ ભેજા બાજે ધમકી ભર્યો પત્ર લખી એરપોર્ટને ઉડાવી દેવા માં આવશે તેમ જણાવતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને cisf ના જવાનો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર એરપોર્ટ બિલ્ડીંગમાં તપાસ શરૂ કરવામાં આવી છે સાથે સાથે બોમ્બસ્નીકવોડની પણ મદદ લેવામાં આવી છે.

બીજી બાજુ આ ઈમેલ મોકલનાર કોણ છે અથવા તો બોગસ ઇમેલ આઇડી ઊભું કરી આવો ધમકી ભર્યો પત્ર મોકલ્યો હોવાની પણ શક્યતાઓ રહેલી છે તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

Trending

Exit mobile version