Vadodara

વડોદરા : 100+ વયના વરિષ્ઠ નાગરિકોનું ઘરઆંગણે આધાર વેરિફિકેશન

Published

on

મૃત્યું બાદ વ્યક્તિના આધાર કાર્ડનો “misuse” રોકવા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન “100 વર્ષથી વધુ વય” ધરાવતા નાગરિકોનાં ઘર સુધી પહોંચી ને આધાર કાર્ડનું ફિઝિકલ વેરિફિકેશન કરશે.

> વડોદરા શહેરમાં હાલ 61 લોકો 100+ કેટેગરીમાં નોંધાયેલા

મ્યુ.કોર્પોરેશનના સેન્સસ ઓફિસર સમીક જોશી મુજબ –
હાલની યાદી મુજબ 61 લોકોનું સૌપ્રથમ વેરિફિકેશન શરૂ થશે, ત્યારબાદ આગળ નવી યાદી પ્રાપ્ત થાય તેમ તબક્કાવાર ચેકિંગ આગળ ધપશે.

શુ કરાશે?

100+ વયના વ્યક્તિ જીવંત છે કે નહીં તેની ફિઝિકલ કન્ફર્મેશન

જો વ્યક્તિ એ સરનામે નથી રહેતા તેની નોંધ

જો મૃત હોય તો પરિવાર પાસેથી → ડેથ સર્ટિફિકેટ લઈ સિસ્ટમમાં અપલોડ

ત્યાર બાદ આધાર કાર્ડ → કલોઝ / ડિસેબલ / કેન્સલ

> “મૃત લોકોનાં આધારનો ગેરઉપયોગ – bank / sim / subsidy / e-kyc પ્રક્રિયામાં – અટકે”
સરકારનો મુખ્ય ઇન્ટેન્ટ આ જ છે.

જગ્યાવાર જવાબદારી

વિસ્તાર વેરિફિકેશન કોણ કરશે?

શહેર મ્યુનિસિપલ કર્મચારીઓ
ગ્રામ્ય કલેકટર ઓફિસ સ્ટાફ


વડોદરા મ્યુનિસિપલની વસ્તી ગણતરી સેલની 3 ટીમો ફીલ્ડ પર ઉતરશે.

જાહેર અપિલ

કોર્પોરેશન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે
“સર્વે માટે ઘરે આવે તે વ્યક્તિની official ID ચેક કરવી જરૂરી છે” – જેથી કોઈ લેભાગુ તત્વ “survey officer”ના નામે ઠગાઇ ન કરી શકે.

Trending

Exit mobile version