Vadodara

વડોદરા: IPLની મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા; પ્રોજેક્ટર પર લાઈવ મેચ જોતા PCBએ દબોચ્યા

Published

on

  • વડોદરા પી.સી.બી.નો સપાટો: અલકાપુરીની અરૂણોદય સોસાયટીમાં ચાલતા સટ્ટાના અડ્ડા પર રેડ.
  • 5 ઇસમો પ્રોજેક્ટર પર મેચ જોઈ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કરતા હતા હારજીતનો સટ્ટો.
  • રોકડ, મોબાઈલ અને ટી વાહનો મળી કુલ ₹2.91 લાખનો મુદ્દામાલ જપ્ત.

વડોદરા શહેરમાં આઈ.પી.એલ.ની મેચોના બહાને અસામાજિક પ્રવૃત્તિઓ અને સટ્ટાકાંડ ચલાવતા તત્વો સામે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ સૂચનાના પગલે પી.સી.બી. (PCB) ની ટીમે મળેલી સચોટ બાતમીના આધારે અલકાપુરી વિસ્તારમાં દરોડો પાડી આઈ.પી.એલ. પર સટ્ટો રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

📌ઘટનાની વિગત:

પી.સી.બી.ના સ્ટાફને બાતમી મળી હતી કે, અલકાપુરીના અરૂણોદય સર્કલ પાસે આવેલી અરૂણોદય સોસાયટીના એક જૂના મકાનમાં કેટલાક ઇસમો ભેગા મળીને આઈ.પી.એલ.ની મેચોનું પ્રોજેક્ટર પર પ્રસારણ નિહાળી રહ્યા છે અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા સટ્ટો રમી/રમાડી રહ્યા છે. બાતમીને પગલે પી.સી.બી.ની ટીમે રેઈડ કરી પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા.

🧐ઝડપાયેલ આરોપીઓ:

1. અશોક શિવરામભાઈ ખરાલ (રહે. ગોરવા)

2. ધર્મેશ ઉર્ફે ગલો રમેશભાઈ કહાર (રહે. નવાપુરા)

3. પીયુષ ચાંપકલાલ તડવી (રહે. સેવાસી)

4. સુનિલ છગનભાઈ બારૈયા (રહે. લક્ષ્મીપુરા)

5. વિજયભાઈ ભીખાભાઈ વાઘેલા (રહે. સયાજીગંજ)

🚨કબજે કરેલ મુદ્દામાલ:

પોલીસે સ્થળ પરથી આધુનિક સાધનો અને રોકડ રકમ સહિત કુલ ₹2,91,720 નો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • રોકડા રૂપિયા: ₹10,720/-
  • મોબાઇલ ફોન (5 નંગ): ₹25,000/-
  • પ્રોજેક્ટર અને ડી.ટી.એચ. સેટઅપ બોક્સ: ₹6,000/-
  • વાહનો (5 નંગ): ₹2,50,000/-
  • ઉપરાંત ઓનલાઇન આઈ.ડી.ના સ્ક્રીનશોટ અને અન્ય કાગળો જપ્ત કરાયા છે.

👮પોલીસ કાર્યવાહી:

પી.સી.બી. દ્વારા પકડાયેલા પાંચેય આરોપીઓ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આઈ.પી.એલ. દરમિયાન શહેરમાં અન્ય કોઈ જગ્યાએ આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી

Trending

Exit mobile version