તાજેતરમાં સ્વાતંત્ર્ય પર્વ અગાઉ સુલતાનપુરામાં રાજકીય પક્ષના કેટલાક કાર્યકરો દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વેપારીની દુકાન બહાર લગાવેલા રાષ્ટ્રધ્વજ મામલે વેપારીએ રાષ્ટ્રધ્વજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વેપારીઓ વિફર્યા હતા અને આજે આ લોકો એક જૂથ થઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વેપારીને અહીંથી તેનો ધંધો નહીં કરવા સાથે દુકાન બંધ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે.
તા.15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગે તે હેતુસર રાજકીય પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સુલતાનપુરાની ગલીમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ કેટલાક વેપારીઓએ અહીંની દુકાનની બહાર રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો. જેથી એક વેપારીએ રાષ્ટ્રધ્વજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તા.15મી ઓગસ્ટની ઉજવણીના બે દિવસ વેપાર, બંધ રહ્યા બાદ હવે રાષ્ટ્રધ્વજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વેપારી વિરુદ્ધ અહીંના સ્થાનિક વેપારીઓએ હંગામો મચાવ્યો છે.
આજે એકજૂથ થયેલા વેપારીઓએ રાષ્ટ્રધ્વજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વેપારીને અહીંથી ધંધો, રોજગાર સમેટી લેવાની સૂચના આપી દીધી છે અને હવે દુકાન નહીં ખોલવા સાથે અહીંથી વ્યાપાર ધંધો ખસેડી અન્યત્ર લઈ જવા પણ અલ્ટીમેટમ આપી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.