વડોદરા શહેરમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદારને ડંડાના ઘા ઝીંકી માર મારવામાં આવ્યો. સાથે દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનામાં દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે.
Advertisement
વડોદરામાં જાણેકે ખાખીનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેમ માથાભારે તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં માથાભારે તત્વોએ દબદબો જમાવવા માટે એક દુકાનદારને ફટકાર્યો હતો. દુકાનદારને દંડાના ઘા ઝીંકી માર મારવામાં આવતા દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે. બેફામ તત્વોએ આડેધડ દંડા ફટકારી દુકાનમાં પણ ભારે નુક્સાન પહોચાડ્યું છે.
તો બીજી તરફ આ મામલે દુકાનદાર દ્વારા ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદી પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધીનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.