Vadodara

VMC માથે બિનજરૂરી જવાબદારી થોપાઈ,ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી

Published

on

જેથી આયોજનની ઘણી જવાબદારી વડોદરા કોર્પોરેશનને સોંપી દેવામાં આવી હતી. પરંતુ હવે રાજકારણીઓના આવવા પર અસમંજસ સર્જાતા પાલિકાના માથે બિનજરૂરી કામનું ભારણ આવીને પડ્યું છે. 

  • એક ખાનગી સંસ્થા દ્વારા વડોદરામાં શહેરમાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
  • સમિટમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓ ઉપસ્થિત રહે તેવું જણાઈ રહ્યું હતું.

Vadodra આવતીકાલે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે હોટેલ હયાત પેલેસ ખાતે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન ખાનગી સંસ્થા (કંપની) દ્વારા કરવામાં આવ્યું છે. જેના કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પણ સમગ્ર કાર્યક્રમમાં મદદ માટે પાલિકા આગળ આવે એવા પ્રયત્નો કર્યા હતા. જેથી પાલિકાએ સમગ્ર કામગીરીમાં કેટલીક જવાબદારી સ્વીકારી લીધી હતી.

અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ માટે અનેક રાજકારણીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ તેમજ અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞ ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કરનાર છે અને તેને શહેરના વિકાસ માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? તે અંગે ચર્ચાના આધારે યોગ્ય પ્રોજેક્ટનો અમલ કરવાના હેતુસર તેમાં બેઠકો કરનાર છે. સમગ્ર કાર્યક્રમમાં પાલિકાએ જવાબદારી સ્વીકારતા અનેક આયોજનો વધારવામાં આવ્યા છે!

જ્યારે બીજી તરફ આવતીકાલે આ સમિટમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓની ગેરહાજરી રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પાલિકાએ લીધેલી બિનજરૂરી જવાબદારી હવે નિભાવવા સિવાય તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.

Trending

Exit mobile version