સુરતથી વડોદરા તરફ આવી રહેલી લકઝરી બસ ઉભેલી બસ સાથે અથડાઇ હતી. ઘટનાના પગલે પોલીસે તપાસ શરુ કરી હતી.
- કરજણ પાસેના લાકોદરા નજીક 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો
- 2 વ્યક્તિના મોત થયા છે જ્યારે 10થી વધુ મુસાફરો ઘાયલ
- રસ્તાની પાસે પાર્ક થયેલી ખાનગી બસ સાથે પાછળથી આવી રહેલી ખાનગી બસ અથડાઈ.
વડોદરાના કરજણ નેશનલ હાઇવે નંબર 8 પર લાકોદરા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. કરજણ પાસેના લાકોદરા નજીક 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
શહેરના કરજણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. કરજણ પાસેના લાકોદરા નજીક 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસ સહિત સ્થાનિક લોકો સ્થળ પર ધસી ગયા હતા.
જ્યારે કરજણ પાસેના નેશનલ હાઇવે નંબર 8 પર લાકોદરા નજીક બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના મોત થયા છે જ્યારે 10થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. સ્થળ પર ધસી ગયેલા સ્થાનિક લોકો અને પોલીસે તત્કાળ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જાણવા મળ્યા મુજબ શટડાઉન થઇને રસ્તાની પાસે પાર્ક થયેલી ખાનગી બસ સાથે પાછળથી આવી રહેલી ખાનગી બસ અથડાતા આ અકસ્મનાત સર્જાયો હતો જેમાં 2 વ્યક્તિના મોત થયા છે. ઘાટલોને ટોલ બુથની એમ્બ્યુલન્સ દ્વારા તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.