Vadodara

ઇસ્કોન હાઈટ્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે કાર દબાઈ, સદનસીબે જાનહાની નહિ

Published

on

વડોદરામાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ની સાથે જ ઇમારતોની માટી ઢીલી પડતાની સાથે જ ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી જતા બે મોંઘી ગાડીઓ દટાઈ, દિવાલ ધરાશાહી થઈ ગાડીઓ પર પડતા ગાડીઓને ભરે નુકસાન થયું હતું આ સમાચાર વાયુ ભેગે પ્રસરતા સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો તેમજ સ્થાનિકો દ્વારા દિવાલ હટાવી રોડ ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી. સદ્નસીબે આ બનાવવામાં કોઈપણ જાનહાની થઈ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગમચેતીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકો જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે પણ નવી ઇમારતો પણ કેટલી મજબૂત છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનો છે.

Trending

Exit mobile version