Vadodara

ખરાબ રસ્તા, કાદવ-કીચડની સમસ્યા ઉજાગર કરવા સ્થાનિક પાણીમાં સુઇ ગયા

Published

on

  • અમે વારંવાર રજુઆત કરીએ તો રફુ જેવું કામ કરીને જતા રહે છે. અમને વરસાદ બંધ થાય ત્યા સુધી રાહ જોવા માટે કહેવામાં આવે છે
  • વડોદરાના બિલમાં સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત
  • તંત્રનું ધ્યાન ખેંસવા માટે સ્થાનિકે ગંદા પાણીમાં સુઇ જઇને પોતાનો વિરોધ નોંધાવ્યો
  • જે પક્ષ અમારા મુશ્કેલ સમયમાં અમને સાથ આપશે, તેને અમે ચૂંટીશું – સ્થાનિક

વડોદરા માં ટીપી – 1 બિલ વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન થયા છે. વારંવાર તંત્રને રજુઆત છતાં કોઇ નક્કર કામગીરી નહીં કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો તંત્ર પર આરોપ છે. થોડાક વરસાદમાં પાણી ભરાઇ જાય છે, રસ્તા પર ખાડા પડી જાય છે, લાઇટો જતી રહે છે, તથા કાદવ-કીચડ થઇ જાય છે. આવી અનેક સમસ્યા સામે સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે. એક પીડિત સ્થાનિકો તો તંત્રનું ધ્યાન જાય તે માટે કાદવમાં સુઇને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકે પોતાનો રોષ વ્યક્ત કરતા મીડિયા સમક્ષ કહ્યું કે, અમે ચૂંટણીમાં અમે વોટ આપીશું, પરંતુ અમને જે સપોર્ટ કરશે, તેને જે અમારી સમસ્યા સાથે આવીને ઉભો રહેશે તેને વોટ કરીશું. અમે કોઇ પક્ષને વોટ નહીં આપીએ. અમે કોઇ પાર્ટીના વિરોધી નથી.

Advertisement

સ્થાનિકો સર્વેએ મીડિયાને જણાવ્યું કે, ઘણા સમયથી 7 લોકો ખાડામાં પડ્યા છે. તેમાંથી કેટલાકને ફ્રેક્ચર થયા છે. અમે વારંવાર રજુઆત કરીએ તો રફુ જેવું કામ કરીને જતા રહે છે. અમે ઓનલાઇન, ટીડીઓ અને પાલિકામાં પણ રજુઆતો કરીએ છીએ. અમને વરસાદ બંધ થાય ત્યા સુધી રાહ જોવા માટે કહેવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી કેટલીય વખત વરસાદ બંધ થયો છે, પરંતુ તેમણે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. અમે ચૂંટણીમાં અમે વોટ આપીશું, પરંતુ અમને જે સપોર્ટ કરશે, તેને જે અમારી સમસ્યા સાથે આવીને ઉભો રહેશે તેને વોટ કરીશું. અમે કોઇ પક્ષને વોટ નહીં આપીએ. અમે કોઇ પાર્ટીના વિરોધી નથી. અમે સત્તાપક્ષને સપોર્ટ કર્યો છે.

Advertisement

વધુમાં જણાવ્યું કે, આગળ બહુ સારી કામગીરી થઇ છે, અહિંયા કોઇ કામગીરી થતી નથી. અમે સમયસર ટેક્સ ભરીએ છીએ. થોડોક પણ વરસાદ પડે એટલે તુરંત લાઇટો જતી રહે છે. અમને સવાલ છે કે, શું અમારે ત્યાં મશીનો ચાઇનાના લગાવ્યા છે ?, સવારે મહેમાન આવે તો, જલ્દી નીકળવા માટે માતાજીની બાધા લેવી પડે છે. પ્રાર્થના કરીએ કે, કાલે સવારે વરસાદ ના પડે, જેથી અમે મહેમાનોને વહેલા રવાના કરી શકીએ.

Advertisement

Trending

Exit mobile version