Vadodara

શહેર વિશ્વામિત્ર નદીના કોતરો ની આડમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ પકડાયા

Published

on

પોલીસે દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાનો વોસ અને ભઠ્ઠી ના સાધનો મળી 6000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો.

  • દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતી માંજલપુર પોલીસે માહિતી મેળવી.
  • દારૂની ભઠ્ઠીઓ ચલાવતી બે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો

વડોદરાના વડસર ગામ વિશ્વામિત્રમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતી માંજલપુર પોલીસને મળતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે હતો અને તપાસ કરતા ચાલતી ત્રણ ભઠ્ઠીઓ મળી આવી હતી.

જ્યારે માંજલપુર પોલીસે દારૂની ભઠ્ઠીઓ ચલાવતી બે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં 1 કિશન મીરાબાઈ માળી રહે, વડસર ગામ માળી ફળિયું, 2 આશાબેન રણજીતભાઈ માળી રહે ચંદન તલાવડી વડસર ગામ તથા 3 મંગીબેન લક્ષ્મણભાઈ માળી મહુવા રહે માળી મહોલ્લો વડસર ગામનો સમાવેશ થાય છે. પોલીસે દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાનો વોસ અને ભઠ્ઠી ના સાધનો મળી 6000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે.

Trending

Exit mobile version