જ્યારે આ મામલો ઉજાગર કરતી વેળાએ ત્યાં કોઇ કામ ન્હતું ચાલતું . આ જ રીતે ચાલ્યું તો મહિનાઓ વિતી ગયા બાદ પણ કામ પૂરું નહીં થાય.
- એસએસજી હોસ્પિટલ ફરી ખોટી વિવાદમાં આવી
- નવા સર્જીકલ વોર્ડની કામગીરી 11 મહિનાથી ટલ્લે ચઢતા રોષ
- ત્યાં સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલો ઉજાગર કરતા.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં જેટલી સારી સારવાર મળે છે, તેટલું જ મેનેજમેન્ટ વખોડાય છે. દર્દીઓ માટેની સુવિધામાં હોસ્પિટલનો છેલ્લેથી પહેલો નંબર આવે તેવો ઘાટ છે. આ હોસ્પિટલમાં કેટલીય વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય તેવી સ્થિતી પણ સર્જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલમાં નવા સર્જીકલ વોર્ડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય લાગનાર હતો. જે આજે 11 મહિના બાદ પણ કામ પૂર્ણ થયું નથી. જેને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આજે સ્થાનિક કોર્પોરેટર હોસ્પિટલના તૈયાર થઇ રહેલા નવા સર્જીકલ વોર્ડમાં પહોંચ્યા અને હકીકત બહાર લાવ્યા છે.
જ્યારે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર્દીઓ દુર દુરથી આવતા હોય છે. તેમાં તાત્કાલિક વિભાગમાં નવો સર્જીકલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. તાત્કાલિક વિભાગમાં હાલ મુકવામાં આવેલા બેડ દર્દીઓ માટે કેટલીક વખત ઓછા પડતા હોય છે. કેટલીક વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લેતા હોય તેવું પણ જોયું છે.
જ્યારે આ નવા સર્જીકલ વોર્ડની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી. આના બાંધકામ પાછળ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને 11 મહિના વિત્યા છતાં તેનું કામ પૂર્ણ ના થાય, આ ગંભીર બાબત છે. તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે. આવું ના થવું જોઇએ. આ અંગે કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવવી જોઇએ. પૈસા લીધા પછી પણ આવી પરિસ્થિતી ઉભી થાય, તે યોગ્ય નથી. વહેલીતકે કામગીરી પૂર્ણ થવી જોઇએ. ત્રણ મહિનાની સમયમર્યાદા હોય અને 11 મહિના બાદ પણ કામગીરી બાકી હોય, આ અંગે જરૂર પડ્યે હોસ્પિટલ તંત્રને પણ નોટીસ પાઠવવી જોઇએ, તેવી અમારી માંગ છે.