Vadodara

સયાજીગંજ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલોના જથ્થો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી

Published

on

વડોદરા શહેરમાં પોતાનો આર્થિક ફાયદો રડી લેવા લોકોના જીવ જોખમ માં નાખતા વેપારીઓ દ્ધારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું પોલીસની નજર થી બચી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે શહેર પોલીસ કમિશનર દ્ધારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપતા સયાજીગજ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા વેપારીને ઝડપી પાડી ચાઈનીઝ દોરી ની રીલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સયાજીગંજ પોલીસ મથકની ટિમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ફતેગંજ વિસ્તારમાં આવેલ કલ્યાણ નગર નજીક એક ઈસમ વજનદાર થેલા સાથે શંકાસ્પદ મળી આવતા પોલીસે તેને રોકી તેની પાસે રહેલ વજનદાર થેલામાં તપાસ કરતા ચાઇનીઝ બનાવટni મોનોફીલ ગોલ્ડ તેમજ મોનોકાઇટ ફાઇટર કંપની રૂ. ચાર હજારની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલો મળી આવી હતી

પોલીસે મળી આવેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલો જપ્ત કરી ફતેગંજના કલ્યાણનગર વિસ્તારમાં આવેલ રાજીવ આવાસ યોજનામાં રહેતા 26 વર્ષીય સલમાન સલીમભાઇ શેખ ની ધરપકડ કરી તેની વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version