Vadodara

વોર્ડ નંબર 8 ની દુર્દશા: એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સોસાયટી સુધી, ગંદા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર રહીશો

Published

on

  • ગંદા પાણીનું સામ્રાજ્ય: વોર્ડ નં. 8 ની જય અંબે અને પાયલ સોસાયટીમાં રસ્તાઓ જળમગ્ન.
  • એમ્બ્યુલન્સ સેવા ઠપ્પ: 108 એમ્બ્યુલન્સ સોસાયટીમાં ન પહોંચી શકતા દર્દીઓની હાલત કફોડી.
  • સ્વાસ્થ્યનું જોખમ: ગંદા અને દુર્ગંધયુક્ત પાણીમાં પસાર થવાને કારણે રોગચાળાનો ભય.
  • તંત્ર સામે રોષ: અગાઉથી કરેલી રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરીનો અભાવ.

વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ વોર્ડ નંબર 8 ના રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જય અંબે અને પાયલ સોસાયટીના રસ્તાઓ ગંદા વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે, જેના કારણે સ્થાનિકોએ નર્ક જેવી પરિસ્થિતિમાં જીવવાનો વારો આવ્યો છે.

⚠️સ્થિતિ અત્યંત ગંભીર:

સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ, સોસાયટીના રસ્તાઓ પર ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ રહે છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે, આ વિસ્તારમાં બીમાર દર્દીઓ માટે મંગાવવામાં આવતી 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં પ્રવેશ કરી શકતી નથી. દર્દીઓને ગંદા પાણીમાંથી પસાર થઈને મુખ્ય રસ્તા સુધી પહોંચવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે.

🫵તંત્રની બેદરકારી સામે રોષ:

સ્થાનિકોનો આરોપ છે કે હજુ તો ચોમાસું પૂરેપૂરું જામ્યું પણ નથી, ત્યાં આ હાલત છે. જો ભારે વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાશે? સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

🧐તાત્કાલિક પગલાંની માંગ:

રહીશોએ તંત્ર પાસે માગ કરી છે કે તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવામાં આવે અને વરસાદી પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સફાઈ અને ડ્રેનેજની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વડોદરા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ક્યારે આ સોસાયટીઓની મુલાકાત લે છે કે મીડિયા માધ્યમ થી જાણવા મળવા છતાં 🤫 રહશે કે સ્થાનિકોને રાહત આપશે.

Trending

Exit mobile version