Vadodara

વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે બે દીકરી અથડાયા બાદ મારામારી થતા મામલો બિચક્યો.

Published

on

આ દરમ્યાન તે મહિલા સાથેના બે વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગડદાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષની સામ સામે ફરિયાદ નોધી અટકાયત કરી છે.

  • ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ
  • બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ ખેલૈયાઓની અટકાયત કરી હતી.

શહેરના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ ખેલૈયાઓની અટકાયત કરી હતી.

શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશીકાબેન ચુનારાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણદોઈ વીર ભગતસિંહ ચોક ખાતે તાડફળીયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા. તે વખતે એક બહેનનો હાથ મને અડી જતા તેમને કહ્યું હતું કે, મને તમારો હાથ કેમ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારા માથાના વાળ ખેંચી મને માર માર્યો હતો. અને તે મહિલા સાથે રહેલ બે વ્યક્તિઓએ મારા પતિ અને નણદોઈને ગડદાપાટુનો માર માર્યો હતો.

Advertisement

જ્યારે સામા પક્ષે આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર (રહે- કમલાનગર તળાવ પાસે)સાથે ગરબા રમી રહી હતી. મારો હાથ તે બહેનને અડી જતા મે કહ્યું હતું કે, ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ. જેથી ઝઘડો થયો હતો. આ દરમ્યાન તે મહિલા સાથેના બે વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગડદાપાટુનો માર માર્યો હતો.

બંને પક્ષની સામ સામે ફરિયાદના આધારે પોલીસે

કાર્તિક ચુનારા , શીવ લુહાર, સાગર પરમાર , વંશીકાબેન  ચુનારા અને દિવ્યાબેન સોલંકીની બીએનએસ 115 (2), 296, 352 ,54 ધારાઓ હેઠળ અટકાયત કરી હતી.

Advertisement

Trending

Exit mobile version