Vadodara

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ– ગોયાગેટ સોસાયટી વિસ્તારમાં દૂષિત પાણીનો મુદ્દો ઉગ્ર, રહીશોમાં આક્રોશ

Published

on

વડોદરા : શહેરના આર.વી.દેસાઈ રોડ વિસ્તારની સોસાયટીઓમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સામે રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નં.13ના ગોયાગેટ સોસાયટી, નવકાર ડુપ્લેક્સ, ત્રિમૂર્તિ બંગ્લોઝ, શક્તિ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી જીવાતવાળા દુર્ગંધ યુક્ત દૂષિત પાણી આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

ત્રિમૂર્તિ બંગ્લોઝના રહીશો આજે દૂષિત પાણી ભરેલી ડોલ સાથે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા કોંગી કાઉન્સિલરની હાજરીમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. રહીશોનું કહેવું છે કે,_CORPORATION_ના અધિકારીઓને અનેક રજૂઆતો કરી હોવા છતાં કાયમી ઉકેલ મળતો નથી.

રહીશોની પીડા એવી કે — સમયસર વેરો ચૂકવ્યા છતાં દૂષિત પાણી આવતાં ઘરના ટાંકાઓ સાફ કરાવવા વધારાનો ખર્ચ કરવો પડે છે અને પાણી ખરીદવાની નોબત પણ આવી રહી છે.

રહીશો ચેતવણી આપી છે કે — “વહેલી તકે સમસ્યા ન ઉકેલાય તો આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.”

કોંગેસના કાઉન્સિલરે પણ સમસ્યાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા મુજબ —

  • મેનહોલમાં ડ્રેનેજનું પાણી ભરાયેલા છે

  • લાલબાગ પંપિંગ સ્ટેશનમાં 22 ફૂટ જેટલો પાણી ભરાવ
  • પંપ પ્રોપર રીતે કામ ના કરવાથી દૂષિત પાણી સપ્લાયમાં મિક્સ થતું હોવાનું પ્રાથમિક માનવું

સ્થાનિકો કહે છે કે આ વિસ્તારમાં આડેધડ ખોદકામને કારણે પણ સ્થિતિ વધુ બગડી રહી છે.

હાલમાં આ દૂષિત પાણીની સમસ્યાએ નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું કર્યું છે અને કોર્પોરેશનની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

Trending

Exit mobile version