જ્યારે બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોના સતત ટ્રાફિકને કારણે આ એપ્રોચ રોડના પાયામાં નુકસાન થયું હોવાની સંભાવના છે, જેને કારણે રસ્તાનો ભાગ બેસી ગયો..
રૂ. 39 કરોડના ખર્ચે -વો બનાવેલો આ બ્રિજનો બાજવા ગામ તરફ જતો ર અચાનક બેસી ગયો
ભાગ બેસી જતા રસ્તા પર મોટો ખાડો પડ્યો છે, જેને કારણે વાહનવ્યવહાર જોખમી બન્યો
સામાન્ય રીતે નવા બનેલા બ્રિજની આવી દશા થવી એ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની બેદરકારી દર્શાવે
વડોદરામાં બાજવા બ્રિજ તેના લોકાર્પણના માત્ર બે વર્ષની અંદર જ વિવાદમાં આવ્યો છે. રૂ. 39 કરોડના ખર્ચે -વો બનાવેલો આ બ્રિજનો બાજવા ગામ તરફ જતો ર અચાનક બેસી ગયો છે. બ્રિજનો આ ભાગ બેસી જતા રસ્તા પર મોટો ખાડો પડ્યો છે, જેને કારણે વાહનવ્યવહાર જોખમી બન્યો છે. આ બ્રિજ બાજવા અને આસપાસના વિસ્તારના હજારો લોકોને જોડે છે. ત્યારે આટલા ટંકા ગાળામાં જ તેનું ધસી પડવું એ બાંધકામમાં વપરાયેલી ગુણવત્તા અને સામગ્રી પર ગંભીર સવાલો ઊભા કરે છે. સામાન્ય રીતે નવા બનેલા બ્રિજની આવી દશા થવી એ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની બેદરકારી દર્શાવે છે.
શહેરના બાજવા બ્રિજના બેસી જવાની ઘટનાથી નાગરિકો અને સ્થાનિક નેતાઓએ આ પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી જો બે વર્ષમાં જ બ્રિજનો ભાગ બેસી જતો હોય, તો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે.
આવી ઘટના ટેન્ડર પ્રક્રિયા, બાંધકામની દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણની સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વડોદરા મહાનગરપાલિવા કે રાજ્ય સરકારે આ મામલે તાત્કાલિક પગલાં લઈ, જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી જાહેર જનતાના પૈસા અને સુરક્ષાનુંરક્ષણ થઈ શકે.