Vadodara

રથયાત્રા પૂર્વે જિલ્લા SOG પોલીસ ને મળી મોટી સફળતા

Published

on

એક જીવતા કારતૂસ અને માઉઝર પિસ્ટલ સાથે બે આરોપીઓને દબોચી એક ને વૉન્ટેડ જાહરે કર્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખાતે આવેલ જરોદ રેફરલ ચોકડીથી સમલાયા રોડ ઉપરથી ચાલતા માઉઝર પિસ્ટલ અને જીવતા કારતૂસ લઇ પસાર થઇ રહેલા મધ્યપ્રદેશના બે યુવાનોની જિલ્લા પોલીસ તંત્રના SOG સ્ક્વોડે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખાતે આવેલ જરોદ રેફરલ ચોકડી ખાતે જિલ્લા SOG ની અલગ-અલગ ટીમો વાઘોડિયા-જરોદ પોલીસ મથકની હદમાં વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન જિલ્લા SOG ની ટીમને બાતમી મળી હતી કે, જરોદ રેફરલ હોસ્પિટલથી સમલાયા જવાના રસ્તા ઉપર બે ઈસમો ચાલતા જઇ રહ્યા છે અને તેમાંથી એક ઈસમ પાસે માઉઝર પિસ્ટલ અને જીવતા કારતૂસપેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી ના આધારે જિલ્લા SOG ની બે ટીમો બાતમી આધારિત સ્થળ જરોદ રેફરલથી સમલાયા જવાના રસ્તા ઉપર વોચમાં ગોઠવાઇ ગઈ હતી તે દરમિયાન મળેલ બાતમી આધારિત બે યુવકો ચાલતા નજરે પડ્યા હતા જેથી તેમને રોકી પુછપરછ કરતા બને ઈસમો પોલીસને સંતોષકારક જવાબ આપી ના શકતા તેમની પર પોલીસ ને શંકા જતા તેમની અંગજડતી કરતા એક યુવક પાસેથી માઉઝર પિસ્ટલ અને 1 નંગ જીવતો કારતૂસ મળી આવ્યા હતા

પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 હજારની કિંમતની માઉઝર પિસ્ટલ, કારતૂસ, એક મોબાઇલ ફોન અને રોકડ સહીત કુલ રૂપિયા 25,350નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી હતી અને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશ ના વિજય જાલમસીંગ ગુથરીયા અને રાજુ ગણપતભાઇ સેમલીયા હોવાનું જણાવ્યુ હતું જયારે અન્ય એક સાગરીત અજય મેડા ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે સાથે આરોપીઓ રથયાત્રા પૂર્વે માઉઝર પિસ્ટલ લઇને શા માટે જરોદ રેફરલ તરફ જઇ રહ્યા હતા અને આ બંને આરોપીઓ ભૂતકાળમાં કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દીશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે

સમગ્ર મામલે ગ્રામ્ય એસ.ઓ.જી. ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ કેશવભાઇએ ઝડપાયેલા બે આરોપી અને વૉન્ટેડ આરોપી સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જરોદ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version