Vadodara

શહેરની જૂની ડ્રેનેજલાઈન જોખમી બની:ગટરની અંદરનો ભાગ બેસી જતા ગુફા બની

Published

on

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલ પંપ તરફથી રામદેવ ચાલી તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે. અંદરથી જોતા તેમાં ગુફા બની ગઇ હોય તેમ જણાઇ આવે છે. ડ્રેનેજના પાણીનો નિકાલ નહી થતા ગટરની અંદરનો ભાગ બેસી જવા પામ્યો છે. અને પોલું થઇ ગયું છે. ડ્રેનેજના પાણીનો નિકાલ નહી થવાના કારણે માટી ધસીગઇ હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર આ મામલે હવે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવા, રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે કારેલીબાગ વિસ્તારના મુખ્ય માર્ગ પર ડ્રેનેજની અંદરનો ભાગ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સામાજીક કાર્યકર દ્વારા ગટર ગુફા બની હોવાનું જણાવવામાં આવ્યું છે. જો સમયસર કામગીરી નહી કરે તો આખું ભારદારી વાહન તેમાં ગરકાવ થઇ શકે તેવો આરોપ મુકવામાં આવ્યો છે. બીજી તરફ આ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીનો વોર્ડ લાગતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, આ ગટર ગુફા બની ગઇ છે. આ ગુફા લાંબી છે. આજુબાજુમાં ઘર- મંદિર આવેલા છે. વરસાદ પડશે અને પાણી અંદર જશે તો ગુફા મોટી થવાની શક્યતાઓ છે. અને ભયાનક બનાવ બની શકે તેમ છે. આખો ટ્રક ઉતરી જાય તેટલી મોટી ગુફા બની ગઇ છે. ગઇ કાલે એક બકરો અંદર પડી ગયો હતો. જેને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. પરંતુ જો કોઇ ભારદારી વાહન જાય તો તે આખેઆખુ ખાબકે તેવી સ્થિતી છે. વારંવાર એકને એક જગ્યાએ ગટર ઉભરાવવાની સમસ્યા પણ સામે આવી રહી છે. આ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ વિસ્તાર છે. આનું તાત્કાલીક રીપેરીંગ કરવું જોઇએ. કોઇ દુર્ઘટના બની તો જવાબદાર કોણ રહેશે ! વહેલામાં વહેલી તકે ગુફા તોડીને નવો રોડ બનાવવામાં આવે.

સ્થાનિક સર્વે જણાવે છે કે, ગઇ કાલે બકરો પડી ગયો હતો. બહુ બુમાબુમ થઇ હતી. તે લોકો આવતા જ નથી. આવીને જોઇને, ફોટા પાડીને જતા રહે છે. આવું થોડી ચાલતું હોય. માણસ મરી જાય તો જવાબદારી કોણ લેશે. 15 દિવસથી આ પરિસ્થીતી છે. અમે ઓફીસે જઇને અરજી આપી આવ્યા છીએ.

Advertisement

Trending

Exit mobile version