Vadodara

શ્રીજી ની ખંડિત મૂર્તિ ઓ કચરાના ઢગલા માં,સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા પોલીસ ને જાણ કરાઈ

Published

on

  • ગણપતિની 22 જેટલી ખંડિત મૂર્તિઓ રઝડતી હાલતમાં મળી આવી
  • વડોદરા શહેર પોલીસ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું

વડોદરા શહેરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુતડીઝાપા ગ્રાઉન્ડમાંથી ગણપતિની 22 જેટલી ખંડિત મૂર્તિઓ રઝડતી હાલતમાં મળી આવી હતી ત્યારે સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા પોલીસ ને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી શ્રી સ્થળ તપાસ માટે આવ્યા હતા. ત્યારબાદ કિશનવાડી ગઘેડા માર્કેટ પાસે કુત્રિમ તળાવ ખાતે હિન્દુ ધર્મ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું 

જે પણ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને રઝળતી હાલતમાં મૂકવામાં આવી હતી તેવા વ્યક્તિ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતનું કૃત્ય ન કરે તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર પોલીસ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું તે બદલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version