Vadodara

સયાજી હોસ્પિટલ સારવાર લેતો પાસાનો આરોપી જાપ્તાના પોલીસ કર્મીઓને ચકમો આપી ફરાર થઇ જતા સનસનાટી મચી

Published

on

વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ પાસાનો આરોપી ગત મોડી રાત્રીના જાપ્તાના પોલીસ કર્મચારીઓને ચકમો આપી એસએસજી હોસ્પિટલ માંથી ફરાર થઇ જતા સંનસનાટી મચી ગઈ હતી અને ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દોડતી થઇ ગઈ હતી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટિમો કામે લાગી છે જોકે હજુ સુધી ફરાર આરોપીના કોઈ સગાળ મળ્યા નથી પાસાનો આરોપી પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ જતા જાપ્તાના પોલીસ કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ રાખવામાં આવેલ અમદાવાદનો રહેવાસી 35 વર્ષીય કિરણ પાસીયાની ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ જેલમાં તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જયાં તબીબોએ પાસાના આરોપી કિરણ પાસીયાને તપાસી તેની વધુ સારવાર માટે હોસ્પિટલના આઇસીયુમાં બેડ નંબર 16 માં દાખલ કર્યો હતો.

દરમિયાન પાસાનો આરોપી કિરણ પાસીયા ગત મોડી રાત્રીના
આશરે 1:30 વાગ્યાની આસપાસ જાપ્તાની પોલીસને ચકમો આપીને એસએસજી હોસ્પિટલના વોર્ડ માંથી ફરાર થઈ જતા ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દોડતી થઇ ગઈ હતી પરંતુ આરોપી ના મળી આવતા રાવપુરા પોલીસને જાણ કરતા
રાવપુરા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ટીમો બનાવીને પાસના ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી સાથે જો તપાસ દરમિયાન જાપ્તાની પોલીસની નિષ્કાળજી સામે આવશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Trending

Exit mobile version