જ્યારે આ બાબતે વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે.
- કાનની કુરચા વીંધાવવાની અંધશ્રદ્ધાવ્યક્તિને સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે.
- અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત
વડોદરા બોલો આ કેવી અંધ શ્રદ્ધા કે પેટના દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે તેવો દાવો જાણીતા તબીબ ડો.રંજન ઐયર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું છે કે, ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે, જે નવી મુસીબત વહોરવા સમાન છે. આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે. કાનની કુરચા વિંધાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે ઊભી કરતો હોય છે.
જ્યારે ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચાવવામાં આવે છે, જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે.