વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા મોટા મેડીકલ સ્ટોર દ્વારા મેડીકલ વેસ્ટને અયોગ્ય રીતે જાહેરમાં નિકાલ કર્યો હતો. જેના કારણે આ અંગેની માહિતી પાલિકાની વોર્ડ કચેરીએ કરવામાં આવતા તુરંત સેનેટરી ઇન્સ્પેક્ટરને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સ્થળ તપાસમાં મામલો સ્પષ્ટ થતા પાલિકા દ્વારા બેદરકાર મેડીકલ સ્ટોરના સંચાલકને રૂ. 15 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અને જાહેરમાં નિકાલ કરવામાં આવેલી દવાઓને એકત્ર કરાવીને યોગ્ય નિકાલ અર્થે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં મેડીકલ વેસ્ટનો યોગ્ય પ્રક્રિયાને અવગણીને બેજવાદારીપૂર્વક નિકાલ કરનાર સામે પાલિકા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા શિતલ મેડીકલ સ્ટોરમાં ગ્રાહક પેક હાલતમાં દવાઓ પાછી આપી ગયા હતા. આ દવાઓનું તેમને કોઇ કામે ના લાગતા તેનો બેજવાદાર રીતે કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ પાલિકાની કચેરીએ કરવામાં આવતા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પેક દવાઓ મળી આવતા આખરે મેડીકલ સ્ટોલને દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલિકાના વોર્ડ નં – 9 ના વોર્ડ ઓફિસરે જણાવ્યું કે, વડોદરા મહાનગર પાલિકાની પશ્ચિમ ઝોન ખાતે આવેલા ઇલોરાપાર્કમાં શિતલ મેડીસીન્સ નામનો મેડીકલ સ્ટોર આવેલો છે. તેના દ્વારા આસપાસમાં મેડીકલ વેસ્ટ નાંખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે સ્થળ તપાસ કરવામાં આવી છે. સેનેટરી ઇન્સપેક્ટરને તપાસમાં માલુમ પડ્યું કે, પેક મેડીસીન દુકાને ગ્રાહક પાછી આપી ગયું હતું. દર્દીનું કહેવું હતું કે, તેને દવાઓની હવે જરૂર નથી. તમે હવે રાખો. આ દવાઓ તેમને પણ કામ લાગે તેમ ના હોવાથી મેડીકલ સ્ટોરના કર્મચારી દ્વારા જે તે જગ્યાએ નિકાલ કરવાની સુચના આપી હતી. જેના આધારે ગેરમાર્ગે દોરવાના કારણે જાહેરમાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેની સામે પાલિકા દ્વારા રૂ. 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ટોરની પાસેથી જ નિકાલ કરવામાં આવેલી હાલતમાં દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. સારી વાત છે કે, દવાઓનો સામાન પેક હાલતમાં હતો.